Loading Please Wait !!!
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં 700 કરોડનું કૌભાંડ

સ્વાગત પોર્ટલ પર ફરિયાદ છતાંય કોઈ પ્રતિસાદ નહીં

PMO સુધી ફરિયાદ છતાંય તપાસમાં બ્રેક લાગી

અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

દ્વારકા પંથકના શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ નો વિવાદમાં રોજ નવા વળાંકો આવે છે. અરજદાર પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતો કરવામાં આવી હોવા છતા અને પ્રાંત અધિકારીની તપાસમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો હોવાનું ફલિત થતુ હોવા સહિતનાં મુદ્દાઓ સાથે વડાપ્રધાન કાર્યાલયે ઓનલાઈન રજૂઆતો પછી આ પ્રકરણમાં જિલ્લા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ માં ફરીયાદી હાજર હોવા છતા તેમને સાંભળવામાં આવ્યા ન હોવાનો આરોપ લાગી રહ્યો છે.સમગ્ર પ્રકરણમાં અરજદાર દ્વારા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ દ્વારા ૪૦ વર્ષમાં ૭૦૦-૮૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનાં તથા ટ્રસ્ટીઓ

રાજકીય વગનો ઉપયોગ કરી પોતાનો બચાવ કરતા હોવાનાં આરોપો લગાવી ફરી એક વખત આ મુદ્દે વડાપ્રધાન કાર્યાલય સુધી ઓનલાઈન રજૂઆત કરવામાં આવી છે.ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો અને એ

પછી આ કાયદા અંતર્ગત રાજ્યભરમાં સરકારી જમીનો પરથી ગેરકાયદે કબજા હટાવવામાં આવે છે અને તાત્કાલિક કાર્યવાહીઓ થાય છે પરંતુ આ પ્રકરણમાં છેલ્લા છ મહિનાથી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા થયેલ માંગ અને વિવાદિત જગ્યા સરકારી જમીન હોવાનું

પ્રાંત અધિકારીનાં અહેવાલમાં ઉજાગર થયા પછી પણ કોઈ પગલા લેવામાં ન આવતા કાર્યવાહીમાં શંકાસ્પદ વિલંબને અરજદાર દ્વારા ટ્રસ્ટીઓ અને અધિકારીઓની મિલીભગત રૂપ દર્શાવી પુનઃ આ મુદ્દે પીએમઓ સુધી રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધ, પીએમઓ માં કરેલ અરજીની કોપી સાથે છે.અરજદાર પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતો કરવામાં આવી હોવા છતા અને પ્રાંત અધિકારીની તપાસમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો હોવાનું ફલિત થતુ હોવા સહિતનાં મુદ્દાઓ સાથે વડાપ્રધાન કાર્યાલયે ઓનલાઈન રજૂઆતો પછી આ પ્રકરણમાં જિલ્લા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ માં ફરીયાદી હાજર હોવા છતા તેમને સાંભળવામાં આવ્યા ન હોવાનો આરોપ લાગી રહ્યો છે.