Loading Please Wait !!!
સિવલમાં 500થી વધુ બાળકોની દવાના મુદ્દે AAPની કલેક્ટરને રજૂઆત

દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ; ખરીદી-સપ્લાયની તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્થેલેમિયા પીડિત ૫૦૦થી વધુ બાળકો માટે જરૂરી દવાઓની અછતના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. AAP રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીદ્વારા દવાઓની ઉપલબ્ધતા,

ગુણવત્તા તથા ખરીદી-સપ્લાય વ્યવસ્થાને લઈને તાત્કાલિક તપાસની માંગ કરી છે.

આવેદનમાં જણાવાયું છે કે સિવિલ હોસ્પિટલમાં એન્ડેલેમિયા જેવા ગંભીર રોગથી પીડાતા ૫૦૦થી વધુ બાળકો નિયમિત સારવાર અને દવાઓ પર નિર્ભર છે. પાર્ટીના જણાવ્યા મુજબ જરૂરી દવાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે

કેટલાક દર્દીઓના પરિજનોને બહારથી મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા મફત સારવારના દાવાઓ વચ્ચે આવી સ્થિતિ અંગે AAPએ સવાલો ઉઠાવ્યા છે.

દિનેશ જોશીએ હોસ્પિટલમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા ઉપરાંત હાલની દવાઓની

ગુણવત્તાનું પરીક્ષણ, દવાઓની ખરીદી અને સપ્લાય પ્રક્રિયાની પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. તેમણે બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

AAPએ હોસ્પિટલમાં યોગ્ય ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરી જિલ્લા કક્ષાએ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે. સાથે જ રાજકોટના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ મુદ્દે સ્પષ્ટ

વલણ રજૂ કરે તેવી માંગ કરવામાં આવી છે.

દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, “એન્કલેમેટિયા પીડિત બાળકો માટે દવા જોઈએ, જવાબ જોઈએ અને જવાબદારી જોઈએ.” જો તાત્કાલિક દવાઓ ઉપલબ્ધ નહીં કરાય અને સમયમર્યાદામાં પારદર્શક તપાસ નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા પીડિત બાળકો અને તેમના પરિવારોનાં હિતમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.