Loading Please Wait !!!
ભાજપના શાસનમાં કૃષિ મામલતદારના મેળાપીપણાથી ખોટા ખેડૂત બનવાનું કૌભાંડ !

  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું
  • ખોટા જન્મના પ્રમાણપત્ર, ખોટા ખેડૂતથી સરકાર જમીનના વેપારીની SIT બનાવી તપાસ કરો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગરીબ અને સામાન્ય માણસ માટે જમીન મેળવવી મુશ્કેલ છે, પરંતુ જો કોંગ્રેસના ધ્યાન પર આવેલી ફરિયાદો અને દસ્તાવેજોની તપાસગામાં રહેલી વિગતો સાચી સાબિત થાય તો નકલી દસ્તાવેજો અને ખોટી રીતે ઉભા કરવામાં આવેલા ખેડૂત/વારસદારના હકના આધારે કરોડો-અબજો રૂપિયાની સરકારી જમીનો ખાનગી વ્યક્તિઓને પધરાવવાનું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું હોવાની ગંભીર શંકા ઊભી થાય છે. આ કોઈ એક વ્યક્તિ કે એક કચેરીનો મામલો નથી. મહેસૂલ તંત્રના કેટલાક અધિકારીઓ, દસ્તાવેજી પ્રક્રિયામાં સંડોવાયેલા લોકો અને રાજકીય-વહીવટી વગ ધરાવતા લોકોની મિલીભગત વિના આટલા મોટા પાયે સરકારી જમીનના હકમાં ફેરફાર શક્ય છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. વડોદરાના ખટંબા ગામનો આશરે ૭ લાખ ચોરસ ફૂટની જમીન કેસ, જેનો અંદાજિત બજારભાવ રૂ. ૩૦૦ કરોડથી વધુ થાય છે, આ સમગ્ર વ્યવસ્થાની ગંભીરતા દર્શાવતો કિસ્સો છે. ૩૦૦ કરોડની શ્રી સરકાર થયેલી સરકારી જમીન માટે પહેલાં ખોટો મરણનો દાખલો, પછી જન્મનો દાખલો તથા બિનઅધિકૃત પેઢીનામું બનાવીને વડોદરાના ખટંબા ગામની સર્વે નં. ૧૫૫, ૧૫૭, ૧૬૮/૧ અને ૨૦૭ પૈકી ૨ અંગે નીચેના કેસો ચાલી રહ્યા હોવાનું કોંગ્રેસના ધ્યાન પર આવ્યું છે. TENACY-૮૪C/ VDD/૦૯/૨૦૨૬, TENACY- ૮૪C/VDD/૧૧/૨૦૨૬,

TENACY-૮૪C/VDD/૧૦/ ૨૦૨૬, TENACY-૮૪C/ VDD/૭૭/૨૦૨૦ આ જમીનોનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૭,૦૦,૦૦૦ ચોરસ ફૂટ હોવાનું જણાવાય છે. માત્ર રૂ. ૫,૦૦૦ પ્રતિ ચોરસ ફૂટનો અંદાજિત ભાવ ગણવામાં આવે તો જમીનની કિંમત રૂ. ૩૦૦ કરોડથી વધુ થાય છે. પરંતુ સવાલ જમીનની કિંમતથી પણ મોટો છે. આઝાદ નટવરલાલ પરીખના નામે મરણ પ્રમાણપત્ર કેવી રીતે આવ્યું? કોંગ્રેસના ધ્યાન પર આવેલી વિગતો મુજબ કેલનપુર ગામમાં આઝાદ નટવરલાલ પરીખના નામે ખોટું મરણ પ્રમાણપત્રું છે અને આ બાબતે મૃત્યુ પત્રુ ગામના સત્તાવાર રજિસ્ટરમાં સંબંધિત મૃત્યુની નોંધ ન હોવાનું જણાવાયું છે. આ બાબતે વર્ષ ૨૦૧૫માં FIR નોંધાઈ હોવાની માહિતી પણ સામે આવી છે. જો આ વિગતો સરકારી રેકોર્ડથી સાચી સાબિત થાય છે તો સવાલ છે: મૃત્યુની સત્તાવાર નોંધ જ ન હોય તો મરણ પ્રમાણપત્ર કયા આધાર પર બનાવવામાં આવ્યું?

મરણનો દાખલો પ્રશાસપદ બન્યા પછી જન્મનો દાખલો કેવી રીતે આવ્યો? ત્યારબાદ આઝાદ નટવરલાલ પરીખના નામે ચીફ ઓફિસરની ડિજિટલ સહી, અધિકૃત સીલ અને QR કોડ ધરાવતું જન્મ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના ધ્યાન પર આવ્યું છે. આ દસ્તાવેજે અંગે પણ ગંભીર સવાલો છે. હાલમાં તેને QR કોડ કાર્યરત ન હોવાનું જણાવવામાં આવે છે. પ્રમાણપત્ર ઉપર જે ચીફ ઓફિસરની સહી છે તે છેલ્લા ૬ વર્ષથી વડોદરા જીલ્લામાં ફરજ બજાવે છે. નિયમ મુજબ ૩ વર્ષથી વધુ એક જ જીલ્લામાં નોકરી કરતા અધિકારીની બદલી કરવી જરૂરી છે. કોંગ્રેસ સરકારે સીધો સવાલ કરે છે:

આ પ્રમાણપત્ર ખરેખર સરકારી સિસ્ટમમાંથી જારી થયું હતું કે નહીં? જો થયું હતું, કઈ તારીખે થયું હતું, કયા અધિકારીના Login/ID પરથી થયું હતું, કયા મૂળ રેકોર્ડના આધારે થયું હતું, ડિજિટલ સહી કોની હતી?, QR Code કેગ કામ કરતો નથી?, અધિકૃત

રજિસ્ટરમાં તેની મૂળ એન્ટ્રી ક્યાં છે?, જો ડિલીટ કરવામાં આવ્યું હોય તો કોની મંજૂરીથી ડિલીટ કરવામાં આવ્યું? આ તમામ પ્રશ્નોના જવાબ સરકાર જાહેર કરે. સાથે સાથે પેઢીનામું પણ શંકાના ઘેરામાં છે. આ મામલામાં રજૂ થયેલા જૂના પેઢીનામા અંગે પણ ગંભીર વિસંગતતાઓ હોવાનું કોંગ્રેસના ધ્યાન પર આવ્યું છે. એફિડેવિટમાં રહેલો ફોટો અને સહી તથા તલાટી સમક્ષ કરવામાં આવેલી અરજીમાં રહેલો ફોટો અને સહી અલગ હોવાનું જણાય છે. તદુપરાંત, તલાટી સમક્ષની પ્રક્રિયામાં જરૂરી સાક્ષીઓ અંગે પણ પ્રશ્નો ઉભા થાય છે. હવે વધુ એક પેઢીનામાં હાલના કૃષિપંચના કેસમાં રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાય છે, પરંતુ તે માત્ર એફિડેવિટના આધારે રજૂ કરવામાં આવ્યું છે અને તલાટી સમક્ષ તેની ખરાઈ થયેલી નથી. આતો કોંગ્રેસનો સવાલ છે કે, જો દસ્તાવેજોની મૂળભૂત ખરાઈ જ પૂર્ણ નથી, તો તેના આધારે કરોડો રૂપિયાની સરકારી જમીન અંગેનો હક કેવી રીતે નક્કી થઈ શકે?