સ્પીકર ચર્ચા માટે સમય નક્કી કરે : અમિત શાહ
- » હું સદનમાં રહીશ ઓમ બિર્લાને પત્ર લખ્યો
- » અમારે લેક્ચર નથી સાંભળવું વિદ્યાર્થીઓ પર ગોળી કેમ ચલાવી : રાહુલ ગાંધી
- સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિર્લાને પત્ર લખ્યો. તેમણે NEET પેપર લીક પર વિદ્યાર્થીઓના પ્રદર્શનના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય નક્કી કરવાની માંગ કરી. શાહે પત્રમાં લખ્યું, ‘મારી વિનંતી છે કે સ્પીકર વિપક્ષ સાથે ચર્ચા કરે અને પરસ્પર સહમતિના આધારે આગામી આ મુદ્દા પર ચર્ચા કરવા માટે જેટલો સમય, દિવસના કલાકો યોગ્ય લાગે તે નક્કી કરે. હું નિર્ધારિત સમય દરમિયાન ગૃહમાં હાજર રહીશ અને આ મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા તૈયાર છું. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં
આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે પણ હું તૈયાર છું. આ પહેલાં ગૃહની બહાર શાહ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે. તેના પર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમારે તેમનું ભાષણ સાંભળવું નથી. પહેલાં એ જણાવાયો કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર ગોળીઓ કોણે ચલાવી. જો તેમણે આદેશ ન આપ્યો હોય તો તેઓ રાજીનામું આપે. આ દરમિયાન સરકારે FCRA સુધારા બિલ, ૨૦૨૬ ને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC પાસે મોકલવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો, જેને મંજૂરી મળી ગઈ. સમિતિમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સભ્યો હશે.