Loading Please Wait !!!
દેશભરમાં વરસાદ કાશીમાં 100 મંદિર ડૂબ્યા : પૂર અને ભૂસ્ખલનથી 10 નાં મોત

  • ટનલમાં પાણી બહાર જામ
  • મધ્યપ્રદેશમાં સતત 3 દિવસથી વરસાદ પૂર જેવી સ્થિતિ
  • રાજસ્થાનમાં ટનલમાં પાણી ભરાતા જામ થયો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ભોપાલમાં સતત ત્રીજા દિવસે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બે દિવસમાં ૮.૫૭ ઇંચ વરસાદ નોંધાયો છે અને આશરે ૨૦૦ મકાનોમાં અડધી ફૂટ સુધી પાણી ભરાયું છે. રતલામ, ઝાબુઆ, ધાર, બડવાણી અને ઇન્દોરમાં આગામી ૨૪ કલાક દરમિયાન ૪ ઇંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. શિવપુરીમાં NH-૪૬ પર આશરે ૧ ફૂટ પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૯.૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજસ્થાનના કોટામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની ટનલના એક ભાગમાં ૨થી ૩ ફૂટ સુધી પાણી ભરાયું છે. ટનલની બહાર કેટલાક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ઉત્તર પ્રદેશમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણો ગંગા, યમુના અને શારદા સહિત ૧૦ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. વારાણસીમાં પાણી ઘાટોની સીડીઓ સુધી પહોંચી ગયું છે અને ૧૦૦થી વધુ નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે.

મુંબઈના કુર્લા વિસ્તારમાં વરસાદને કારણે

બુધવારે વહેલી સવારે માટી ધસી પડતાં રથી ૩ મકાનો તેની ઝપેટમાં આવ્યા હતા. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ ચાલુ છે.

ઉત્તરાખંડની નીતિ ઘાટીમાં વાદળ ફાટવાથી તમક નાળામાં પૂર આવ્યું હતું, જેના તેજ પ્રવાહમાં ૧૭ ટનનો સ્ટીલ વેલી બ્રિજ તણાઈ ગયો હતો. હાલ અસ્થાયી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા-ધર્મશાલા NH-૨૦૫ પર ભારડી ઘાટ નજીક ચાલતી કાર પર મોટો ખડક પડતાં ૧ વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ૨ લોકો ઘાયલ થયા હતા. રાજ્યમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે.