Loading Please Wait !!!
રાજકોટમાં ટ્રાફિક બ્રિગેડિયરના ત્રાસ જૈસે થે બેડી ચોકડીએ રાત્રે બે વાગ્યે મેમો ફાડ્યો

રાતે મેમો ફાડ્યાનો વીડિયો જાગૃત નાગરિકે બનાવ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ


રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે વધુ બે કિસ્સા સામે આવ્યા છે. એક ઘટનામાં તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં ઓનલાઈન રૂ.૫૦૦નો મેમો ફટકારવામાં આવ્યો હોવાનો વેપારીનો આક્ષેપ છે, જ્યારે બીજી ઘટનામાં રાત્રિના ૨.૨૮ વાગ્યે બેડી ચોકડી નજીક એક ફોરવીલર ચાલકે ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા સેક્સમાં રોકી TRB જવાન દ્વારા વાહનના દસ્તાવેજો ઉપરાંત ડેડી ચેલાવી ચેસિસ નંબર સુધીની તપાસ કરવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. બંને કિસ્સાઓ ટ્રાફિક ચેકિંગની પદ્ધતિ, મેમો આપવાની પ્રક્રિયા તથા TRB જવાનોની કાયદેસરની સત્તાની મર્યાદા અંગે તપાસની જરૂરિયાત ઉભી કરે છે.

પ્રથમ ઘટના તા. ૩૦-૦૭-૨૦૨૬ના રોજ માલિયાસણા ચોકડી નજીક બની હોવાનો વેપારીનો દાવો છે. વેપારી પોતાની પોલો કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસે વાહન ઊભું રાખી જરૂરી દસ્તાવેજોની તપાસ કરી હતી. આ દરમિયાન એક ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા વાહનનો ફોટો પાડવામાં

આવ્યો હતો. ત્યારબાદ વાહનચાલક ટ્રાફિક પોઈન્ટના ઈન્ચાર્જ પોલીસ કર્મચારી પાસે ગયા ત્યારે તેમને કહ્યું કે અમે નોહતા “તમારી પાસે પૂરા દસ્તાવેજો છે, તમે જઈ શકો છો” તેમ જણાવવામાં આવ્યું હોવાનું વેપારી કહે છે. જોકે ઘરે ગયા બાદ ઓનલાઈન તપાસ કરતા રૂ.૫૦૦નો મેમો ફટકારવામાં આવ્યો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.

વેપારીના જણાવ્યા મુજબ બીજા દિવસે તેઓ ફરીથી તે જ સ્થળે જઈ પોલીસ કર્મચારીઓને રજૂઆત કરી હતી કે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં ઓનલાઈન મેમો કેમ ફટકારવામાં આવ્યો? ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મચારી દ્વારા “સ્ટાફ ખૂટ્યો થયો હશે ને ટાર્ગેટ પૂરો કરવા માટે કર્યું હશે, હવે તમે આ ૫૦૦ ભૂલી જાવ” એવું કહેવામાં આવ્યું હોવાનો વેપારીનો આક્ષેપ છે. આ નિવેદન ખરેખર કોણે કર્યું, આ સંદર્ભમાં કર્યું અને મેમો કયા નિયમભંગના આધારે આપવામાં આવ્યો હતો તે અંગે પોલીસ વિભાગ દ્વારા તપાસ થાય તો હકીકત સ્પષ્ટ થઈ શકે છે. ખાસ કરીને જો દસ્તાવેજો સંપૂર્ણ હતા તો મેમો કયા ગુના હેઠળ ફટકારવામાં આવ્યો અને

જો કોઈ નિયમભંગ હતો તો સ્થળ પર વાહનચાલકને તેની જાણ કેમ કરવામાં આવી નહીં? તે તપાસનો મહત્વનો મુદો છે.

બીજી ઘટના તા. ૧૪-૦૭-૨૦૨૬ની રાત્રે ૨.૨૮ વાગ્યાની હોવાનું જણાવાયું છે. રાજકોટના બેડી ચોકડી નજીક એક ફોરવીલર ચાલકને ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા સેક્સવામાં આવ્યો હતો. આ દરમિયાન વાહનના દસ્તાવેજો તપાસવા ઉપરાંત ડેડી જોલાવી તપાસ કરવામાં આવી રહી હોવાનું અને વાહનનો ચેસિસ નંબર પણ ચેક કરવામાં આવી રહ્યો હોવાનું વીડિયોમાં દેખાતું હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારબાદ વાહનચાલકને મેમો આપવામાં આવ્યો હોવાની માહિતી છે. અહીં મુખ્ય મુદો કોઈ નિયમભંગ થયો કે નહીં તે કરતાં પણ TRB/ટ્રાફિક બ્રિગેડિયર જવાને વાહનચાલકનું વાહન રોકવા, ડેડી જોલાવી તપાસ કરવા અને ચેસિસ નંબર તપાસવા અંગે કઈ કાયદેસરની સત્તા આપવામાં આવી છે? તે અંગે સ્પષ્ટતા જરૂરી બને છે.

આ બંને ઘટનાઓને કોઈ વ્યક્તિ કે સમગ્ર ટ્રાફિક પોલીસ વિભાગ સામે

અંતિમ આરોપ તરીકે જવાને બદલે ટ્રાફિક ચેકિંગની પ્રક્રિયા કેટલી પારદર્શક છે અને ફરજ બજાવતા દરેક કર્મચારીને કઈ સત્તા આપવામાં આવી છે તેની તપાસ કરવાની તક તરીકે જોવી જોઈએ. નિયમભંગ થાય ત્યારે કાયદેસર મેમો આપવો એ પોલીસની ફરજ છે, પરંતુ મેમો કયા નિયમ હેઠળ આપવામાં આવ્યો તેની સ્પષ્ટતા વાહનચાલકને મળવી જોઈએ. તેવી જ રીતે TRB જવાનોને જે સત્તા સોંપવામાં આવી છે તેની મર્યાદા અંગે પણ જાહેર સ્પષ્ટતા થવી જરૂરી છે.

આ બંને કિસ્સાઓ અંગે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા CCTV, ઇ-મેમો રેકોર્ડ, ડ્યુટી પરના કર્મચારીઓની વિગતો તથા ઉપલબ્ધ વીડિયો સહિતના પુરાવાના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો માત્ર આ બંને ફરિયાદોની હકીકત જ નહીં પરંતુ ટ્રાફિક ચેકિંગની સમગ્ર પ્રક્રિયા અંગે પણ જનતાનો વિશ્વાસ વધશે. નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ કાયદાનો અમલ પાછૅ કાયદેસર સત્તા, પારદર્શિતા અને જવાબદારી સાથે જ થવો જોઈએ.