Loading Please Wait !!!
શાપરમાં ધરારથી સંબંધ રાખવાનું કહેતાં યુવકને પતાવી દીધો’તો

સમલૈંગિક સંબંધોનો કરુણ અંજામ
શાપર પોલીસે કરી આરોપીની ધરપકડ: હૈદરાબાદથી યુપી, ગાજીપુર, રાજસ્થાન અને શાપર સુધી આવી માર્કૂટ અને ઝઘડા કરતો હતો

સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર

શાપરમાં મરકત ફાટક પાસે શનિવારે અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. યુવાન સમલૈંગિક હોય મિત્ર સાથે સંબંધ રાખવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા મિત્રએ જ તેને બોથલ પદાર્થનો ઘા ફટકારી પતાવી દીધો હોવાનો ધડાકો થયો છે. શાપરમાં ગત તા. ૨૫ના કલાક મરકત ફાટક પાસે આવેલ ઓમ ઓટો એન્ડ રીંગ કારખાના પાસે રેલવેની દિવાલ પાસે એક સ્ત્રીના કપડા પહેરેલ પુરુષની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી બાદ લાશનું રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પી.એમ. કરતા મરનારનું મોત માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી થયેલું જણાઈ આવેલ હોય જેથી લાશનો ઓળખ કરવા શાપર પીઆઈ આર.બી.રાણા તથા પીએસઆઈ એસ.આર.પંડ્યા,તથા વી.જી.જેઠવા સહિતની ટીમે તપાસ કરતા અને સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા પડવલા ખાતે આવેલ પીરામીડ કારખાનામાં કામ કરતા મૂળ યુપીના પીયૂષકુમાર બબલુ પરમાર શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા પોતે હત્યા અંગે કબૂલાત આપતા જણાવ્યું હતું કે મૃતકનું નામ ચંદનકુમાર હતુ આશરે ત્રણેક વર્ષ પહેલા હૈદરાબાદ ખાતે હતો ત્યારે ફેસબુકમાં NISHA KUMAR નામની ફેસબુક આઈ.ડી.થી તથા POONAM ૩૮૩૨૦૩ નામના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી થી મૃતક સાથે મિત્રતા થઈ હતી બાદ આ હૈદરાબાદ ખાતે મૃતકે પોતાનું નામ પુનમ જણાવેલ બાદ બંનેએ હૈદરાબાદ ખાતે મૃતકના સેંથમાં સુંદર પૂરી લગ્ન કર્યા હતા.