ગર્લફ્રેન્ડ માટે પતિએ પત્નીની હત્યા કરી
હરિયાણામાં પૂણે જેવી ઘટના
13 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ માટે પત્નિને મારી નાખી: યુવાને 3 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા
સિટી ન્યૂઝ@હરિયાણા
પૂણેના કેતન અગ્રવાલની હત્યાનો કેસ આખા દેશમાં ભારે ચર્ચામાં છે. આ વચ્ચે હવે હરિયાણાના ગુરુગ્રામમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પોતાની ૩૮ વર્ષની ગર્લફ્રેન્ડ માટે ૨૨ વર્ષની પત્નીની હત્યા કરી નાખી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવકે તેની ગર્લફ્રેન્ડની સાથે મળીને જ પત્નીને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસની તપાસમાં આ ખુલાસો થયો છે.
ખાસ વાત એ છે કે યુવકના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલાં જ થયાં હતાં. પરંતુ યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા માંગતો હતો. આ કારણે તેણે પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. ૨૧ મેના રોજ યુવક પત્નીને ગર્લફ્રેન્ડના ભાડાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં ગોળી મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બંનેએ મૃતદેહને બાથરૂમમાં મૂક્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. યુવકની પત્નીનું નામ મધુ હતું. તે ૨૧ મે ૨૦૨૬થી ગાયબ હતી. આ કારણે તેના પરિવારજનોએ માનેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, ૨૧ મેના રોજ મધુને તેનો પતિ અંકિત સ્કૂટર પર બેસાડીને લઈ ગયો હતો. આથી પોલીસને પહેલો શક અંકિત પર જ ગયો. તપાસમાં જાણવા મળ્યું કે, અંકિત તેને માનેસર બસ સ્ટેન્ડ પાસે આવેલા એક ભાડાના મકાનમાં લઈ ગયો હતો. જ્યાં એક યુવતી તેની સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી. પોલીસ મધુને શોધતી શોધતી આ ઘરે પહોંચી, ત્યારે અંદરથી ભારે દુર્ગંધ આવી રહી હતી. પોલીસે દરવાજો તોડ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને બધા હચમચી ગયા. કારણ કે બાથરૂમમાં મધુનો સડી ગયેલો મૃતદેહ પડ્યો હતો.
પોલીસે મધુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને અંકિતની શોધખોળ શરૂ કરી હતી. પત્ની મધુની હત્યા કર્યા પછી અંકિત ગર્લફ્રેન્ડ સાથે ફરાર થઈ ગયો હતો. બંને ભાગતા ફરી રહ્યા હતાં. લગભગ એક મહિના પછી બંને કોઈ કામ માટે માનેસર પરત આવ્યાં હતાં. પોલીસ સતત સતર્ક હતી. જેવી જ બંનેના આવવાની ખબર મળી, તરત જ અંકિત અને તેની ગર્લફ્રેન્ડને પોલીસે ઝડપી લીધાં. પૂછપરછમાં બંનેએ કેટલાક મહત્વના ખુલાસા થયા કર્યા છે.