ZARAમાંથી ઓનલાઈન મંગાવેલા કપડામાંથી પરસેવાની દુર્ગંધ !
બ્રાન્ડની બોલતી બંધ, ત્રીશાએ ZARAની પોલ ખોલી
સિટી ન્યૂઝ@ચેન્નઈ
સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે. તેવામાં એક્ટ્રેસે એપેરલ બ્રાન્ડ ZARAની હોમ ડિલિવરી સર્વિસ પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે દાવો કર્યો કે, સતત ત્રીજી વખત તેને એવા કપડાં મળ્યાં, જેમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હતી.
ત્રિશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને લખ્યું, 'પ્રિય @zara @zaracare, એક નાનકડી વિનંતી છે. આગલી વખતે હોમ ડિલિવરી મોકલતા પહેલા કૃપા કરીને ખાતરી કરો કે, કપડાંમાંથી પરસેવાની દુર્ગંધ ન આવતી હોય. સતત ત્રીજી વખત આવું બન્યું છે. આ ખૂબ જ ખરાબ અનુભવ છે. પેક કરતા પહેલા ઓછામાં ઓછું કપડાંને સુંઘીને જોઈ લો.