Loading Please Wait !!!
સ્કૂલોમાં સુવિધા હોવા છતાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણતરથી દૂર; 21મું સ્થાન,સ્થિતિ ચિંતાજનક

સ્કૂલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રેંકિંગ જાહેર
 
સ્કૂલોની ફેસિલિટીમાં 16માં નંબરે, વિદ્યાર્થીઓને એજ્યુકેશન સાથે જોડાવામાં 21માં નંબરે છે

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાતમાં ભણવા માટે સારું છે, પણ વિદ્યાર્થીઓને ભણતરમાં જોડીને રાખવામાં રાજ્ય પાછળ ધકેલાયું છે. સ્કૂલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (એસઈડીઆઈ) ૨૦૨૫-૨૬માં ગુજરાતનું ઓવરઓલ રેંકિંગ એક જ વર્ષમાં ૧૯માંથી બે સ્થાન પાછળ ધકેલાઈને ૨૧મા નંબરે પહોંચ્યું છે.રાજ્યનો એસઈડીઆઈ સ્કોર પણ ૦.૫૬થી ઘટીને ૦.૫૬૫ થયો છે. બીજી તરફ સ્કૂલોની ફેસિલિટીના મામલે ગુજરાત ૧૫મા નંબરે છે, પરંતુ વિદ્યાર્થીઓને એજ્યુકેશન સાથે જોડાવામાં છેક ૨૨મા નંબરે છે. ધોરણ વધતાં ર સ્થિતિ વધુ નબળી પડી રહી છે.પ્રાથમિકમાં ગુજરાત ૧૬મા, ઉચ્ચ પ્રાથમિકમાં ૧૬મા અને માધ્યમિકમાં છેક ૨૨મા નંબરે છે. ઉચ્ચતર માધ્યમિકમાં ૧૮મો નંબર છે. એટલે ગુજરાત સામે હવે માત્ર સ્કૂલની ફેસિલિટી વધારવાનો નહીં, વિદ્યાર્થીઓને એજ્યુકેશન સાથે જોડી રાખવાનો મોટો પડકાર છે.રિપોર્ટ ગુજરાત સરકારને સંકેત આપે છે કે હવે માત્ર સ્કૂલની બિલ્ડિંગ કે ફેસિલિટી વધારવાથી કામ નહીં ચાલે. સ્કૂલની ફેસિલિટીમાં ૧૫મા નંબરે છે, પરંતુ વિદ્યાર્થીઓની

ભાગીદારીમાં ૨૨મા અને તેમને ટકાઈ રાખવામાં ૨૨મા નંબરે છે. એટલે સરકારનું પહેલું ફોકસ બાળક સ્કૂલમાં આવે છે કે નહીં એના કરતાં તે ભણતરમાં જોડાયેલો રહે અને સ્કૂલ છોડે નહીં એના પર હોવું જોઈએ. ખાસ કરીને પ્રાથમિકમાંથી માધ્યમિક તરફ જતાં વિદ્યાર્થીઓને ટ્રેક કરવા માટે વિલેજ લેવલથી સિટી લેવલ સુધી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મજબૂત કરવી પડશે.

ઉચ્ચતર માધ્યમિકમાં ૧૮માં સ્થાને    
સ્તર SEDI સ્કોર દેશમાં નંબર
પ્રાથમિક ૦.૬૩૬ ૧૬મો
ઉચ્ચ પ્રાથમિક ૦.૬૧૨ ૧૬મો
માધ્યમિક ૦.૪૫૪ ૨૨મો
ઉચ્ચતર માધ્યમિક ૦.૫૩૧ ૧૮મો
ઓવરઓલ ૦.૫૬૫ ૨૧મો

 

એક વર્ષમાં ગુજરાતનો સ્કોર થોડો ઘટ્યો    
વર્ષ SEDI સ્કોર દેશમાં નંબર
૨૦૨૪-૨૫ ૦.૫૭૭ ૧૯મો
૨૦૨૫-૨૬ ૦.૫૬૫ ૨૧મો
ફેરફાર -૦.૦૦૨ ૨ સ્થાન પાછળ

 

રાજ્યો / કેન્દ્ર શાસિત

SEDI સ્કોર
ચંડીગઢ ૦.૮૨૬
કેરળ ૦.૭૬૮
પુડુચેરી ૦.૭૩૭
ગોવા ૦.૭૧૩
દિલ્હી ૦.૭૦૯
 
 
  • નીતિ આયોગ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે
  • ભારતમાં 2 કરોડ બાળકો શાળાએ જતા નથી
  • દર વર્ષે 50 લાખથી વધુ સ્ટુડન્ટ્સ બોർഡ് પરીક્ષામાં નાપાસ થાય છે 10માંથી એક બાળક સેકન્ડરી લેવલ પર શાળા છોડી રહ્યો છે

સિટી ન્યૂઝ@અમદાવાદ

શિક્ષણને વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસનો પાયો કહેવામાં આવે છે. તે જીવનને યોગ્ય દિશામાં જીવવાની અને વિચારવાની રીત તૈયાર કરે છે. જેટલો વધુ શિક્ષિત સમાજ, તેટલી વધુ રોજગારી અને વિકાસ. દર વર્ષે ૮ સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે.વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે ૮ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ સમાજમાં સાક્ષરતાના મહત્વ અને શિક્ષણના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.જો ભારતમાં સ્કૂલ લેવલ પર સાક્ષરતાની વાત કરવામાં આવે તો ૧૪થી ૧૮ વર્ષની ઉંમરના એવા ૨ કરોડ બાળકો છે, જેઓ શાળાએ જતા નથી.

નીતિ આયોગના તાજેતરના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ૨૦૨૩-૨૪ના વાર્ષિક અહેવાલ અનુસાર, ૧૪થી ૧૮ વર્ષીય ઉંમરના આશરે ૨ કરોડ બાળકો શાળાએ જઈ રહ્યા નથી, જ્યારે ધોરણ ૩થી ટના આશરે ૧૧% બાળકો

શાળાની બહાર છે અને દર વર્ષે ૫૦ લાખથી વધુ સ્ટુડન્ટ્સ બોર્ડ પરીક્ષામાં નાપાસ થઈ જાય છે. બિહાર, નાગાલેન્ડ, મેઘાલય અને આસામ જેવા રાજ્યોમાં શાળાએ નહીં જતાં બાળકોની સંખ્યા સૌથી વધુ છે. દેશભરમાં આશરે ૭,૯૯૩ શાળાઓ એવી છે, જ્યાં એક પણ બાળકનું નવું એડમિશન થયું નથી. તેમાં પશ્ચિમ બંગાળમાં ૩,૮૧૨ શાળાઓ અને તેલંગાણામાં ૨,૪૧૫ શાળાઓ છે.UNESCOએ વર્ષ ૧૯૬૬માં દર વર્ષે ૮ સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ લિટરેસી ડે (અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ) મનાવવાની જાહેરાત કરી હતી. તે પ્રથમ વખત ૧૯૬૭માં મનાવવામાં આવ્યો હતો. ૨૦૨૬માં ઇન્ટરનેશનલ લિટરેસી ડેની થીમ 'લિટરેસી ફોર પીપલ, ધ પ્લેનેટ એન્ડ પ્રોસ્પેરિટી' (લોકો, ધરતી અને સમૃદ્ધિ માટે સાક્ષરતા) છે.