Loading Please Wait !!!
જૈન શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી થતાં ભોજનને મહાપાપ ગણાવાયું

જૈનોના દરેકે દરેક પંથે રાત્રિ ભોજનનો પારાવાર વિરોધ એક અવાજે કર્યો હતો
 
સિટી ન્યૂઝ@રાજકોટ
 
જૈન શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી થતા ભોજનને મહાપાપ ગણાવાયું અને નરકમાં જવાનો નેશનલ હાઈવે પણ મનાયો. સૂર્યાસ્ત પછી ભોજનના નિષેધમાં એક્સ્ટ્રીમ લાગે એવી ઉપમાઓ અપાઈ જેમાં સૂર્યાસ્ત પછી થતું ભોજન માંસ સમાન અને પીવાતું પાણી લોહી સમાન છે જેવું કેફિકેટુંજ કહેવાયું. જોકે પ્રશ્ન થાય શું કામ? શૈતાಂಬર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી જેવા જૈનોના દરેકેદરેક પંથે રાત્રિભોજનનો પારાવાર વિરોધ એકઅવાજે કર્યો છે. એમાં તેમની વચ્ચે કોઈ જ મતભેદ નહીં. શું કામ? પર્યુષણમાં નાની જૈન વ્યક્તિ પણ ચોવિહાર તો કરે જ. પ્રશ્ન એ જ કે શું કામ? આજે પર્યુષણના બીજા દિવસે ‘આ રાત્રિભોજન શું કામ નહીં જ’ નો જવાબ મેળવીએ પહેલાંના જમાનામાં વીજળીની શોધ નહોતી થઈ એટલે રાત્રે જમો ત્યારે દીવાના પ્રકાશમાં જીવહિંસા થતી, પરંતુ હવે તો ઇલેક્ટ્રિસીટી છે અને રાત્રે પણ દિવસ જેવો જ માહોલ હોય છે ત્યારે રાત્રિભોજન કરવામાં કયાં હિંસા થાય? કેટલાક બુદ્ધિજીવીઓનો આવો તર્ક જૈનત્વમાં માનતા જૈનોના ગળે નથી ઊતરતો, કારણ કે તેઓ સૂક્ષ્મ સ્તરની જીવદયામાં માને છે. તેમને તો સૂક્ષ્મ સ્તરે દેખાતા અને નહીં દેખાતા એ બધા જ જીવોની રક્ષાના પ્રભુ મહાવીરના સંદેશને અનુસરવાની કોશિશ કરવી છે. 
 
આ જ કારણ છે કે આજે પણ રાત્રિભોજનનો ત્યાગ કરનારો એક બહુ મોટો વર્ગ જૈનોમાં છે. આ જ કારણ છે કે આજે પણ તમામ અગવડો વચ્ચે ડગ્યા વિના નાનાં બાળકોથી લઈને વડીલો સુધીના બધા કટિબદ્ધતા સાથે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લે છે અને આ જ કારણ છે કે નોકરી કરતા કે વેપાર કરતા જૈનોને ચોવિહારની અગવડ ન પડે એ માટે મુંબઈમાં કાયમી ધોરણે, ચાતુર્માસ ધોરણે અને પર્યુષણ દરમ્યાન ચોવિહાર હાઉસની ભરમાર હોય છે. ચોવિહારની મહત્તા જૈન પરંપરામાં શું કામ ખાસ માનવામાં આવે છે એ વિષય પર ચર્ચા કરીએ.ચોવિહાર શબ્દની વ્યુત્પત્તિ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના મૂળ વ્યાકરણ સાથે જોડાયેલી છે. પ્રાકૃતમાં ચોવિહાર એટલે ચઉં એટલે કે ચાર, વિહ એટલે કે પ્રકાર અને આહાર એટલે ભોજન. ચોવિહારનો અર્થ થાય આ ૪ પ્રકારના આહારનો સૂર્યાસ્ત પછી ત્યાગ. સ્થાનાંગ સૂત્ર, તથ્થાર્થ સૂત્ર અને આચારાંગ સૂત્ર જેવા જૈન આગમોમાં

ચોવિહાર હાઉસ

મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવતા સમગ્ર ખાદ્ય જગતમાં ૪ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. અશન એટલે કે એવું અન્ન જે ચાવીને ગળા નીચે ઉતારવામાં આવે છે, જે ભૂખ મટાડવાનું મુખ્ય કાર્ય કરે છે. જેમ કે રોટલી, ભાત, દાળ, શાક, રોટલા, ગીહાઈ વગેરે. બીજા નંબરે પાન અથવા તો પેય જે પ્રવાહી સ્વરૂપે પીવામાં આવે છે અને જે તરસ છિપાવવાનું કાર્ય કરે છે. જેમ કે સાદું પાણી, ઉકાળેલું પાણી, દૂધ, છાશ, ફળોનો રસ, શરબત વગેરે. ત્રીજો પ્રકાર છે ખાદિમ એટલે કે જે સામાન્ય રીતે ભૂખ શમાવવા માટે નહીં પરંતુ મુખશુદ્ધિ, સ્વાદ કે પાચન માટે ચાવીને ખપાય છે, જેમ કે મુખવાસ, વરિયાળી, સોપારી, એલચી, લવિંગ, સૂકી મેવો વગેરે. છેલ્લો પ્રકાર છે સ્વાદિમ એટલે કે એવો વ્યક્તિ કે જે ખાવાલાગ્ય નથી હોતું પણ જીભ વડે ચાટીને કે ચૂસીને એનો સ્વાદ માણવામાં આવે છે. જેમ કે મધ, રબારી, ચસબી, રબડી કે ચાટયોગ્ય ઔષધિ વગેરે. જો પાણીની છૂટ રાખી હોય તો એને તિવિહાર કહેવાય છે. ટૂંકમાં, જૈન પરંપરામાં જ્યારે સૂર્યાસ્ત સમયે ચોવિહારનું પર્યક્ખાણા એટલે કે ત્યાગનો સંકલ્પ લેવામાં આવે છે ત્યારે ચારેય પ્રકારના આહારનો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો

સંપૂર્ણ ત્યાગ થાય છે.

મુંબઈની લોકલ ટ્રેનોમાં સાંજે ૭.૨૪થી ૭.૩૫ વાગ્યા વચ્ચે થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટમાં ૧૯૮ લોકો મૃત્યુ પામ્યા અને ૮૦૦થી વધુ ઘાયલ થયા. ચોમાસામાં બોરીવલી તરફ જતા જૈનો સૂર્યાસ્ત પહેલાં ચોવિહાર હાઉસમાં જગવા રોકાઈ ગયા હોવાથી તેમની ટ્રેનની સમય બદલાઈ ગયો, જેને કારણે ૧૨ જુલાઈના રોજ ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ માં હેડલાઇન છપાઈ હતી કે જૈન પરંપરાએ ૫૦૦થી વધુ નિર્દોષ લોકોના જીવ બચાવ્યા. આ દાખલાના ઉલ્લેખ સાથે આચાર્યશ્રી વિજય મુક્તિવલ્લભ સૂરીજી મહારાજસાહેબ કહે છે, ‘રાત્રે ખાધેલું ભોજન

પર્યષણ પર્વ

બરાબર પચતું નથી જેને કારણ અશબ સપનાં આવે છે, ઊંઘમાં અહેલ પહોંચે છે ૭.૩૫ વાગ્યા વચ્ચે થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટમાં ૧૯૮ લોકો મૃત્યુ પામ્યા અને ૮૦૦થી વધુ ઘાયલ થયા. ચોમાસામાં બોરીવલી તરફ જતા જૈનો સૂર્યાસ્ત પહેલાં ચોવિહાર હાઉસમાં જગવા રોકાઈ ગયા હોવાથી તેમની ટ્રેનની સમય બદલાઈ ગયો, જેને કારણે ૧૨ જુલાઈના રોજ ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ માં હેડલાઇન છપાઈ હતી કે જૈન પરંપરાએ ૫૦૦થી વધુ નિર્દોષ લોકોના જીવ બચાવ્યા. આ દાખલાના ઉલ્લેખ સાથે આચાર્યશ્રી વિજય મુક્તિવલ્લભ સૂરીજી મહારાજસાહેબ કહે છે, ‘રાત્રે ખાધેલું ભોજન

તો વીજળીનું અજવાળું છે એ તર્કનો જવાબ આપતાં પુણ્યશ્રી કહે છે, ‘ઇલેક્ટ્રિક બલ્બ ગમે એટલો પાવરફુલ હોય, એ માત્ર આંખને દેખાતો પ્રકાશ ફેંકે છે. સૂર્યપ્રકાશમાં જે અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો હોય છે એ વાતાવરણનું કુદરતી સ્ટિરલાઈઝેશન કરે છે. સૂર્યાસ્ત થતાં જ સૂર્યકિરણોના અભાવે ભેજ અને ઠંડક વધતાં કરોડો નરી આંખે ન દેખાતા બૅક્ટેરિયા અને માઇક્રો-ઓર્ગેનિઝમ્સ આપોઆપ વાતાવરણમાં અને રાંધેલા ખોરાકમાં પેદા થાય છે. કોઈ પણ LED કે ટ્યૂબલાઈટ આવા સૂક્ષ્મ જીવોને રોકી શક્તિ નથી કે વાતાવરણને સ્ટિરલાઈઝ કરી શકતી નથી. આપણો જેને ‘લાઈટ છે એટલે ચોખ્ખું દેખાય છે’ કહીએ છીએ એ આપણી આંખોની મર્યાદા છે. જૈનદર્શન જીવોને બે ભાગમાં વહેંચે છે. એક, બાદર જીવો એટલે જે આંખે દેખાય છે. જેમ કે માખી, મચ્છર, કીડી. બીજા સૂક્ષ્મ જીવો જે માઈક્રોસ્કોપ વિના દેખાતા નથી. રાત્રિના સમયે हवाમાં બાદર જીવો કરતાં સૂક્ષ્મ જીવોની ઉત્તરોત્તર વૃદ્ધિ અબજોની સંખ્યામાં થાય છે. એ જીવો ખોરાકની વરાળ, ઉષ્ણતા અને ગંધથી આકર્ષાઈને ભોજનમાં પડે છે અને શ્વાસોશ્વાસ કે કોળિયા સાથે પેટમાં જાય છે. લાઈટ હોવા છતાં આ અદશ્ય જીવોને બચાવી શકાતા નથી. બીજું, આપણા શરીરની હોજરી અને પાચક રસો સૂર્યના ઉદય અને અસ્ત સાથે જોડાયેલા છે જેને મેડિકલ સાયન્સ સર્કાડિયન રિધમ કહે છે. ટૂંકમાં લાઈટ ચાલુ કરવાથી કઈ શરીરનું પાચનતંત્ર હેતરાતું નથી.