Loading Please Wait !!!
'Available in Rajkot' અને 'Professional Service'ની લાલચથી 50% એડવાન્સ પડાવવાનો ‘ખેલ’

  • ફોટા જોઈને લલચાશો નહીં; ફોટા મોડલના પછી ઠગાઈનો ખેલ
  • ફેસબુક ઉપર મોડેલના ફોટા પાછળ મસમોટી ગેંગ સક્રિય : યુવાનોએ BOOK બટન દમાવ્યું એટલે છેતરપિંડી ફાઇનલ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સોશિયલ મીડિયા પર આકર્ષક યુવતીઓના ફોટા અને Available in Rajkot', 'Professional Service', 'Message for Details' જેવા દાવા સાથેની પોસ્ટ દ્વારા લોકોને લલચાવી ઓનલાઈન પૈસા પડાવવાનો કથિત ખેલ સામે આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઉપલબ્ધ સ્ક્રીનશોટમાં રાજકોટ ઉપરાંત મોરબી, વડોદરા અને મુંબઈ જેવા શહેરોના નામ સાથે આવી પોસ્ટ્સ જોવા મળે છે.

આ પ્રકારની પોસ્ટમાં સંપર્ક કરવા માટે મેસેજ કરવાની અપીલ કરવામાં આવે છે. ત્યારબાદ કથિત રીતે વાતચીત કરીને વ્યક્તિ પાસેથી બુકિંગ કે સર્વિસના નામે ૫૦% રકમ ઓનલાઈન મોકલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પેમેન્ટ થઈ ગયા બાદ સામેની વ્યક્તિ સંપર્કમાં ન રહે અથવા વધુ રકમની માગણી કરે તો ગ્રાહક છેતરપિંડીનો

ભોગ બની શકે છે. આવા કિસ્સામાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો ફોટો ઉપયોગમાં લેવાતો હોવા છતાં પાછળ અન્ય લોકોનું નેટવર્ક કામ કરતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કોઈ ચોક્કસ વ્યક્તિ કે ગેંગ સંડોવાયેલી હોવાનો દાવો સત્તાવાર પોલીસ તપાસ વિના કરવો યોગ્ય નથી.

રાજકોટમાં સાયબર ઠગકના વિવિધ કેસોમાં પોલીસ ડિજિટલ ટ્રેલ, બેન્ક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી રહી છે. તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય સાયબર પોલીસે પણ ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં ઇલેક્ટ્રોનિક ટ્રેલ અને મ્યુલ એકાઉન્ટની તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ દ્વારા કરાયેલા આવા દાવાઓની સત્યતા ચકાસ્યા વિના એડવાન્સ પેમેન્ટ ન કરવું, વ્યક્તિગત માહિતી કે દસ્તાવેજો શેર ન કરવા અને શંકાસ્પદ એકાઉન્ટને રિપોર્ટ કરવું જરૂરી છે. ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત બેન્ક અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર જાણ કરવી જોઈએ.