Loading Please Wait !!!
સરકાર વચન તોડી રહી છે વિદ્યાર્થીઓ આતંકવાદી નથી CJP

આંદોલનકારીઓ ઉપર ડઝનબંધ FIR જેમની તેમ, પ્રદર્શનકારીઓની પૂછપરછ

 

કેટલીક જગ્યાએ FIR રદ્દ નથી, પોલીસ કાર્યવાહી કરી રહી છે કેસો પરત નહીં ખેંચાય તો સૌથી મોટું આંદોલન કરશું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

નીટ (NEET) પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ નોંધાવનાર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ કેન્દ્ર સરકારને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે જો આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવામાં નહીં આવે, તો ફરી એકવાર ઉગ્ર વિરોધ

પ્રદર્શન કરવામાં આવશે, તેમણે ઉમેર્યું કે સરકારની એ માંગણી ભૂલભરેલી છે કે માત્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી વિદ્યાર્થીઓનો આક્રોશ શાંત થઈ જશે.

લગભગ ૪૦ દિવસ બાદ ઘરે પરત ફરેલા દીપકેએ ૩૬ દિવસના આંદોલનને વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી. તેમણે વડાપ્રધાન મોદી પર આક્રોશ કરતા કહ્યું કે તેમણે રાજીનામું આપીને

‘ઇન્ફ્લુએન્સર’ બની જવું જોઈએ. આ ઉપરાંત, તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ થયો હતો અને હજુ પણ અલગ-અલગ રાજ્યોમાં પોલીસ તેમને ડરાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિદ્યાર્થીઓ આતંકવાદી નથી, પરંતુ દેશનું ભવિષ્ય છે.

તાજેતરમાં લોકસભામાં પસાર

કરાયેલા ‘જાહેર પરીક્ષા સુધારા વિધેયક ૨૦૨૬’ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે માત્ર કાયદાઓ લાવવાથી પેપર લીક નહીં અટકે, તે માટે સરકારની નીતિ અને દાનત સુધારવી જરૂરી છે, સાથે જ, પેપર લીક કેસની તપાસ માટે સ્થાયેલી ફાસ્ટ ટ્રેક કોર્ટની પ્રથમ સુનાવણીમાં જ CBI વકીલની ગેરહાજરી મુદ્દે તેમણે તંત્રની ગંભીરતા અને નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા હતા.