Loading Please Wait !!!
PM વિશે અપશબ્દ બોલનારાઓ પકાડાશે

વીડિયો ડિલીટ કરવાની કાર્યવાહી

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુરક્ષા દળો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર બંધારણીય વડાઓ અંગે અપમાન બનાવીને ખોટી, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભારી સામગ્રી શેર કરવા અંગે મળેલી ફરિયાદના આધારે પોલીસે આ મામલે FIR દાખલ કરી છે. આ FIR ના આધારે પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ને નોટિસ

ફટકારીને કથિત વાંધાજનક પોસ્ટ્સ અને વીડિયો પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવી લેવા જણાવ્યું છે. આ ઉપરાંત, પોલીસે તપાસને આગળ વધારવા માટે આવા એકાઉન્ટ્સ ચલાવનારા યુઝર્સનાં નામ, સરનામાં, ઇમેઇલ આઈડી અને સંપર્ક વિગતો સહિતની સંપૂર્ણ માહિતી પણ માંગી છે.