Loading Please Wait !!!
CJPનું આંદોલન પૂરું થયા બાદ જંતર મંતર પર Gen-Z ફરી મેદાને, કસ્ટડીમાં લેવાયેલા વિદ્યાર્થીઓની મુક્તિની માંગ!

 

  • કેન્દ્રીય મંત્રીના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પરથી પ્રોટેસ્ટ પૂરો કર્યો હતો.

  • પ્રદર્શન કરી રહેલા યુવાનો 'દિશા વિદ્યાર્થી સંગઠન' સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

  • અટકાયત કરાયેલા યુવાનોને છોડવામાં આવે અને તેમનો ડેટા રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ છે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીના રાજીનામા બાદ, 'દિશા વિદ્યાર્થી સંગઠન'ના Gen Z યુવાઓ ફરી એકવાર દિલ્હીના જંતર-મંતર પર ધરણાં પર બેઠા છે. તેમની મુખ્ય માંગણી કસ્ટડીમાં લેવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાની અને તેમનો ડેટા સિસ્ટમમાંથી હટાવવાની છે. અગાઉ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર પરથી પોતાનો પ્રોટેસ્ટ પૂરો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ મુદ્દો ફરી ગરમાયો છે અને CJPના અગાઉના પ્રોટેસ્ટમાં સામેલ રહેલા આ સંગઠનના યુવાનો હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સરકારના આકરા વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

પ્રોટેસ્ટમાં સામેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી લડી રહ્યા છે અને સરકારનું વલણ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનું અને પછી કાર્યવાહી કરવાનું રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગો જેવા કે બિહાર, અસમ, બંગાળ અને મુંબઈના વિદ્યાર્થીઓ આજે એકસાથે ઊભા રહીને વિદ્યાર્થીઓની ધરપકડ બંધ કરવા અને એફઆઈઆર પાછી ખેંચવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી ન કરવાના આશ્વાસનનો ભંગ થશે, તો પાર્ટી ફરીથી આંદોલન કરવા માટે મજબૂર બનશે.

યુવા આંદોલન અને લોકશાહી

લોકશાહીમાં યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હકો અને અવાજને બુલંદ કરવો એ સામાજિક ચેતના અને નાગરિક અધિકારોની જાગૃતિનું પ્રતીક છે.