રાજકોટની પ્રજાને શાસકો સપના દેખાડે છે?
આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ વડાપ્રધાન મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારનો ડ્રીમ પ્રોજેક્ટ છે: મકબુલ દાઉદાણી
-
કોંગ્રેસે કહ્યું આજીડેમમાં ઇન્ટરસેક્ટર કુંડીઓનું કામ કરવામાં આવ્યું હતું અત્યારે સ્થળ ઉપર કુંડી નથી
-
જંગલેશ્વર ડિમોલિશનના નામે રજૂ થયેલા તમામ બિલોમાંથી કેટલા પાસ થયા અને કેટલા પેન્ડિંગ છે તેની તપાસ કરો
- કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ
- જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ
- રાજકોટના આજી રિવરફ્રન્ટ અને જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા
- સિટી ન્યૂઝ@રાજકોટ
કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રોજેક્ટને વાર્ષિક બજેટમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી તે જમીની સ્તરે પૂર્ણ થયો નથી. શરૂઆતમાં જે ઇન્ટરસેક્ટર કુંડીઓનું કામ કરવામાં આવ્યું હતું, તેમાંથી અત્યારે એક પણ કુંડી સ્થળ પર ઉપલબ્ધ નથી. ચુનારાવાડ પુલથી રામનાથ મહાદેવ મંદિર થઈને કેસરી પુલ સુધીના ડેવલપમેન્ટનું કામ કેમ અટકેલું છે તેવો સવાલ ઉઠાવી તેમણે પૂછ્યું હતું કે કુંડીઓ પાછળ થયેલો કરોડોનો ખર્ચ હવે કોના માથે નાખવામાં આવશે?
તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે: મેયર
મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળી રહ્યું છે જેમાં ૧૩ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાંથી ૧૧ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. અત્યારે ૧૧ પ્રશ્નો પૈકી સવાઈના પ્રશ્નો આપ્યા છે પાસ ફોકસ પણ અત્યાર સુધી સવાલ અને જવાબ આપ્યા છે. જનરલ બોર્ડમાં પાણી સહિતના પ્રશ્નો આવ્યા છે. ચોમાસુ આવે એટલે સાહજિક છે છે. કમિશનર દ્વારા આ મુદ્દે કરવામાં આવતી કામગીરી અંગે જવાબ આપવામાં આવ્યા છે. આરએમસીની તમામ સેવાઓ સતત મળતી રહે છે જે સેવાઓ એક દિવસ મળતી નથી ત્યારે પ્રશ્ન ઉઠે છે. રિવર ફ્રન્ટ સહિતના પ્રશ્નોના જવાબ આપ્યા છે.
- પાણીની બોતલથી લઈને મીઠાઈ સુધીના ખર્ચમાં કોઈ ગોટાળા હશે તો કડક કાર્યવાહી થશે
રાજકોટ મનપા જનરલ બોર્ડમાં મનપા કમિશનર કોંગ્રેસને આપ્યો જવાબ. કોંગ્રેસના વોર્ડ નંબર ૧૬ના કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણા આપ્યો જવાબ. જંગલેશ્વર ખર્ચ મામલે ખુદ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું, પાણીની બોતલથી લઈને મીઠાઈ સુધી અર્થા કોઈ ગોટાળા હશે તો કડક કાર્યવાહી થશે. કેટલા મશીનો કેટલી કલાક ચાલ્યા, કેટલા લોકો કામગીરીમાં જોડાયા, કેટલી જમીન ખુલ્લી કરાઈ સહિતના મુદ્દે જવાબ આપ્યો.
-
રાજકોટ મનપા કચેરીમાં નવનિયુક્ત શાસકોની બીજી જનરલ બોર્ડની બેઠક યોજાયા પૂર્વે જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો આજી રિવરફ્રન્ટ યોજનામાં થયેલો વિલંબ અને જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન થયેલા શંકાસ્પદ ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે મનપા શાસકોની સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકહિત પ્રશ્નો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના બેનરો પ્રદર્શિત કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.