મુખ્યમંત્રી કાલે રાજકોટ આવશે કે નહીં, વરસાદની આગાહી નક્કી કરશે પ્રોગ્રામ?
- ભરચક કાર્યક્રમો : 200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ તા.૨ને રવિવારના બપોરે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય મુખ્યમંત્રીને આવકારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટમાં આવતીકાલે બપોરના ૪ વાગ્યે હવાઈ માર્ગે આવી પહોંચ્યા બાદ તેઓ સાડા પાંચ કલાકનું રોકાણ કરનાર છે.
આ દરમ્યાન તેઓ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ રાજકોટની મુલાકાત દરમ્યાન ભરચક કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે. જેમાં પૂજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ૪-૩૦ વાગ્યે પેડક રોડ પર આવેલા સેટેલાઈટ ચોક સ્થિત અતુલબિहारी બાજપૈયી ઓડીટોરીયમ ખાતે આયોજીત કરાયેલા વિશેષ દીક્ષા ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજીત કરાયેલા ખાસ સમારોહમાં રાજકોટ મ્યુ.કોર્પો. અને સૌ.યુનિ.ના રૂા.૨૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
જેમાં મોટામાવા-મુંજકાના પમ્પીંગ હાઉસ, રૈયા રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે ૧૫૦ ટીડીપીના મટીરીયલ રીકવરી ફેસેલીટી પ્લાન્ટ, વોર્ડ નં.૯ના મુંજકા વિસ્તારના આર્ય વિધા મંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ, વોર્ડ નં.૯ના પમ્પીંગ સ્ટેશન, વોર્ડ નં.૧૧ના આરોગ્ય કેન્દ્ર, નવી વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૧ના સીસી રોડ પરના પેર્વિંગ બ્લોક અને ગટરનું નિર્માણ સહિતના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે.
તેની સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્યુનીટી હોલ, લાઈબ્રેરી અને આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું લોકાર્પણ પણ તેઓના હસ્તે કરાશે. સૌ.યુનિ. ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વયોશ્રી યોજના હેઠળ ૮૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણો પણ આપવામાં આવનાર છે. ત્યારબાદ તેઓ છેલ્લે બિલ્ડીંગ એસો.ના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે હીરાસર એરપોર્ટ ખાતે પહોંચી ખાસ એરકાફ્ટ મારફતે અમદાવાદ જવા રવાના થનાર છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય તેઓને આવકારવા માટે ભાજપના હોદ્દેદારો અને નગરજનોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આ કાર્યક્રમ અંગેની તમામ તૈયારીઓને જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આખરીઓપ આપી દેવામાં આવેલ છે.
મુખ્યમંત્રીનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ
-
બપોરે ૩૦૦ કલાકે ગાંધીનગર નિવાસથી એરપોર્ટ રવાના
-
બપોરે ૩૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા પ્રસ્થાન
-
સાંજે ૪૦૦ કલાકે હીરાસર એરપોર્ટ ખાતે આગમન
-
સાંજે ૪૩૦ કલાકે પૂજીત રૂપાણાક્ષ મેમો.ટ્રસ્ટ કાર્યક્રમમાં હાજરી
-
સાંજે ૬૦૦ કલાકે સૌ.યુનિ. ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત
-
સાંજે ૭૧૫ કલાકે વિશ્વા પાર્ટી પ્લોટ કાર્યક્રમમાં ઉપસ્થિતિ
-
રાત્રે ૮૩૦ કલાકે હીરાસર એરપોર્ટથી અમદાવાદ રવાના
-
રાત્રે ૯૦૦ કલાકે અમદાવાદ એરપોર્ટમાં આગમન
-
રાત્રે ૯૨૦ કલાકે એરપોર્ટથી ગાંધીનગર નિવાસસ્થાન.