મિત્રો વગરની લાઈફ અધૂરી !
કાલે રવિવારે ફ્રેન્ડશીપ-ડે: જીવનમાં મસ્તીખોર મિત્રો જ જીવનને પૂર્ણ બનાવે છે
દિલ સે : અનિરુદ્ધ નકુમ
જીવનમાં પૈસા, નામ અને સફળતા બધુ મળી શકે પણ જો સાચા મિત્રો ન હોય તો એ બધું ખાલી ખાલી લાગે: મિત્રતા એ જીવનનો સૌથી સુંદર અધ્યાય છે જેને સમય ક્યારેય જૂનો નથી બનાવતો
મિત્રો વગરની લાઈફ સાચે જ અધૂરી હોય છે. જીવનમાં પૈસા, નામ અને સફળતા બધું મળી શકે, પણ જો સાચા મિત્રો ન હોય તો એ બધું ખાલી ખાલી લાગે છે. મિત્રો એ યુવનના એવા રંગ છે, જે દરેક ક્ષણને ખુશીઓથી ભરપૂર બનાવીદે છે. મિત્ર એ છે, જે આપણું મૌન પણ સમજી જાય... મિત્ર એ છે, જે આપણા ચહેરા પાછળ છુપાયેલું દુખ પણ વાંચી લે... અને મિત્ર એ છે, જે કોઈ કારણ વગર પણ આપણને હસાવી દે..જીવનના દરેક પડાવે--- બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી--- મિત્રો આપણો સૌથી મોટો સહારો બને છે. જ્યારે દુનિયા આપણાથી દૂર થઈ જાય, ત્યારે એક મિત્ર જ હોય છે જે કહે, “તુ ચિંતા ના કર, હું તારા સાથે છું.” આજના સમયમાં ઘણા લોકો ઓળખાણમાં હોય છે, પણ સાચા મિત્રો બહુ ઓછા મળે છે. કારણ કે મિત્રતા શબ્દોથી નહીં, પરંતુ દિલથી બને છે. અને જે દિલથી બને, એ ક્યારેય તૂટતી નથી.મિત્ર એ નથી જે
માત્ર સારા સમયમાં સાથે હોય...
મિત્ર એ છે, જે ખરાબ સમયમાં પણ હાથ છોડતો નથી. જ્યારે આખી દુનિયા આપણાથી દૂર થઈ જાય, ત્યારે એક મિત્ર જ હોય છે જે કહે--- “હું છું ને!” બાળપણના નિર્દોષ સાથી હોય કે જીવનના સંઘર્ષમાં મળેલા મિત્ર--- દરેક મિત્રતા આપણને કંઈક શીખવે છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે, પણ અંતે જીવનને વધુ સુંદર બનાવે છે. સાચી મિત્રતા શબ્દોમાં નથી સમજાતી, એ તો માત્ર અનુભવે જ જીવાય છે.
આજના ડિજિટલ યુગમાં હજારો કનેસન બની શક્કે, પણ દિલથી જોડાયેલા થોડા મિત્રો જ સાચા હોય છે. કારણ કે મિત્રતા ફોલોઅર્સથી નહીં, ફીલિંગ્સથી મપાય છે..આ ફેન્ડશિપ ડે પર, ચાલો એક મેસેજ કે કોલથી માનીએ. કારણ કે જીવનમાં જો કોઈ સૌથી મોટો ખજાનો હોથ, તો એ છે--- સાચા મિત્રો.