Loading Please Wait !!!
યુ-ટર્ન: હું ભટકી ગઈ હતી : PM મોદીને અપશબ્દ બોલનાર યુવતીએ માફી માંગી

 

15 વર્ષની યુવતીએ કહ્યું, મેં જે કહ્યું તે માફી લાયક નથી મને મારી વાતોનો ખૂબ પસ્તાવો છે, હું આખા દેશ પાસે માફી માંગું છું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાનો આરોપ લાગેલી યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતી પોતાના નિવેદન બદલ માફી માંગती જોવા મળે છે. તે દાવો કરે છે કે તે માત્ર ૧૫ વર્ષની છે અને કેટલાક લોકોના બહેકાવામાં આવીને તેણે વડાપ્રધાન વિશે અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવતી કહે છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન તે અન્ય લોકોના પ્રભાવમાં આવી ગઈ હતી. તેથી સ્વીકારું કે PM વિશે અપમાનજનક શબ્દો બોલવા તેની મોટી ભૂલ હતી. યુવતી વીડિયોમાં કહે છે, “હું માત્ર ૧૫ વર્ષની છું. મેં જે કર્યું તે માફી લાયક નથી. મને મારી વાતોનો ખૂબ પસ્તાવો છે. હું આખા દેશ પાસે માફી માંગું છું. કૃપા કરીને મને માફ કરી દો.”તેણે આ ઘટનાને પોતાની પહેલી અને છેલ્લી ભૂલ ગણાવી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય

તેવી ખાતરી પણ આપી.આ મામલામાં નોંધાયેલી FIRમાં યુવતીની ઉંમર ૨૫ વર્ષ દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે વાયરલ વીડિયોમાં યુવતી પોતે માત્ર ૧૫ વર્ષની હોવાનો દાવો કરે છે.આ બંને દાવાઓ વચ્ચે તફાવત હોવાથી તેની વાસ્તવિક ઉંમર અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.યુવતીનો માફીનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સોશિયલ મીડિયા સંદેશ બાદ સામે આવ્યો છે.PM મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે જંતર-મંતર ખાતે જે બન્યું તે સમજે દેશે જોયું. કેટલાક ગેરમાર્ગે દોરાયેલા યુવાનોએ એવી ભાષાનો ઉપયોગ કર્યો જે કોઈપણ સંસ્કારી સમાજમાં સ્વીકાર્ય નથી.તેમણે કહ્યું કે તેમને તેમજ તેમની સ્વર્ગસ્થ માતા અંગે પણ અપશબ્દો કહેવામાં આવ્યા હતા.PM મોદીએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે ગાળો કે બદલો કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તેમણે સમાજને અપીલ કરી કે ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને માત્ર સજા આપવાને બદલે તેમને સાચો રસ્તો બતાવો જોઈએ. ભાજપના અને યુવાનીમાં ભૂલો થતી હોય છે, પરંતુ તેમાંથી શીખીને સુધારવાની તક પણ મળવી જોઈએ.