સાધ્વીઓ પર કાળ બની કાર
=> મધ્યપ્રદેશના રીવામાં 2નાં મોત બાદ રોષ : સાધ્વીઓને કચડી ડ્રાઈવર ફરાર
સિટી ન્યૂઝ@રીવા
MPના રીવામાં જૈન સાધ્વીઓને કારથી કચડવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોડ કિનારે શાંતિપૂર્વક પદયાત્રા કરી રહેલી ત્રણ જૈન સાધ્વીઓને પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે પાછળથી જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં બે સાધ્વીઓના મોત થયા છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર બનેલી છે. શનિવારે વીડિયો સામે આવ્યા બાદ જૈન સમાજમાં ભારે આક્રોશ છે અને ૨૫ મેના રોજ સમગ્ર ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. ૨૦ મેની બપોરે ત્રણેય સાધ્વીઓ નિયમ અને પરંપરા અનુસાર રસ્તાની સાઈડમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક આવેલી પુરપાટ ઝડપે કારે તેમને અડફેટમાં લીધા. આનાથી પૂજ્ય શ્રુતિ મતિ માતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને ઉપસમિતિ માતાનું સંજય ગાંધી હોસ્પિટલમાં મોત થયું. જ્યારે આર્થિકા માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત ગંભીર બનેલી છે.