Loading Please Wait !!!
રામાનંદી સમાજના વિદ્યાર્થીઓને આજથી 6 દિવસ માટે ફીમાં ચોપડા વિતરણ શરૂ

=> તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સન્માન સમારોહ યોજાશે : દરેક વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

સિટી ન્યૂઝ@રાજકોટ

સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટ તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારમાં વસતા તમામ પરિવારના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો માટે ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા નિશુલ્ક ફુલ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવશે. જે માટે ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થી અથવા વાલીએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે તારીખ-૧૫-૦૫-૨૦૨૬ થી ૨૧/૦૫/૨૦૨૬ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર ૯૭૨૬૯ ૫૫૫૦૪ પર સીતારામ લખી મેસેજ મોકલવાથી ગુગલ લીંક આવશે જેમાં વિદ્યાર્થીની પૂરી માહિતી ભરવાની રહેશે તેમજ પાસ કરેલ છેલ્લા વર્ષની માર્કશીટ તથા વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ રવીરાજભાઈ રામાવત દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થી તથા વાલીને બહોળી સંખ્યા વધુમાં વધુ લાભલેવા અનુરોધ કરવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી કે વાલીને રજીસ્ટ્રેશન કરવામાં અગવડતા પડતી હોય તો તેના માટે સંસ્થાના કાર્યાલય એફ્રેસ-ધરતી મેડીકલ ઉપર, ૮ મનહર પ્લોટ કોર્નર, વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ ખાતે તારીખ ૨૦/૨૧/૨૨ મે ૨૦૨૬ના કાર્યાલય ખાતે સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી માં રૂબરૂ આવી રજીસ્ટ્રેશન કરાવી શકશે.