Loading Please Wait !!!
સોનમ વાંગચુકની લડતને રાજકોટમાં સમર્થન

 

  • હોસ્પિટલ ચોકમાં સીનીયર સિટીઝનના ધરણા ધરણાના કાર્યક્રમને સામાજિક સંસ્થાઓ દ્વારા હાજરી આપી ખુલ્લો ટેકો જાહેર કરાયો

સિટી ન્યૂઝ | રાજકોટ

સીનિયર સિટીઝન ગ્રુપના મોભી પ્રવીણભાઈ લાબાણી દ્વારા જંતર મંતર પર સોનમ વાંગચુકની લડતમાં રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે સવારે ૧૦ થી સાંજના ૫ સુધી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સોનમ વાંગચુક ની લડત ને ખુલ્લું સમર્થન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના મહાન વૈજ્ઞાનિકોમાં જેની ગણના થાય છે તે સોનમ વાંગચુક દ્વારા દિલ્હી ખાતે જંતર મંતર પર પેપર લીક અને વિદ્યાર્થીઓના આપઘાતના પગલે ૨૦ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે તેઓની તબિયત પણ લથડી છે અને વજન પણ ઘટી ગયું ત્યારે સોનમ વાંગચુકની લડતમાં દેશ ક્યારે જોડાશે?

રાજકોટમાં તેમને ખુલ્લો ટેકો આપવા લડત નો પ્રારંભ થયો છે અને સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૦ દિવસથી જંતર મંતર પર સોનમ વાંગચુકની ખબર પૂછવા પણ સરકારના કોઈ અધિકારી કે સરકાર દ્વારા કોઈપણ જાતનું નિવેદન કરવામાં આવ્યું નથી.

એ દેશ માટે દુઃખદ બાબત છે જાડી ચામડીના નેતાઓ એ હવે પ્રજા એ પરચો બતાવવાનો સમય આવી ગયો છે. નીટ માં પેપર ફૂટ્યા અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત કરવામાં આવ્યા છતાં દેશના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું નથી કે મોદી સરકારે તેમનું રાજીનામું આપવા દબાણ કર્યું નથી જે બતાવે છે કે સરકારમાં ભ્રષ્ટાચારી અને દાગી પ્રધાનો નો કોઈ વાલ વાંકો કરી શકે એમ નથી પરંતુ હવે દેશ જાગી ગયો છે.

આગામી દિવસોમાં રાજકોટમાં સોનમ વાંગચુકના સપોર્ટમાં અને તેમને લાંબુ આયુષ્ય આપે તે માટે ધરણા પ્રાર્થના સહિતના કાર્યક્રમો ની વણઝાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

લબાણીબાપા ના ધરણાના કાર્યક્રમમાં લોકસંસદ વિચાર મંચ, ક્ષત્રિય ગિરાસદાર સેના, કોઠારિયા કોલોની યુવા ગ્રુપ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, યુથ ફોર ડેમોક્રેસી, સીનિયર સિટીઝનો, એમ સાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા જેમાં આ માથું મારું છે હેલ્મેટ કાયદો મને મંજૂર નથી તે અશોકભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, મગનભાઈ પટેલ, અશોકભાઈ બુટાણી, કમલેશભાઈ જોટેગીયા, એડવોકેટ હિંમતભાઈ લાબાણીયા, ગુણવંતભાઈ વ્યાસ, લોહાણા સમાજના જીતુભાઈ કોટેચા, વિનુભાઈ પીપળિયા, દિવ્યેશ પટેલ, આસિફ શેખ, રમેશ રાજપૂત, ભાવેશભાઈ ઝરીયા, મુન્નાભાઈ ગેરેજવાળા, ડો. ધર્મેશભાઈ ગોહિલ, કમલેશભાઈ પારેખ, દીપકભાઈ મકવાણા સહિતના રાજકીય, સામાજિક આગેવાનોએ જોડાઈને પ્રવીણભાઈ લાબાણી ના ધરણાને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

  • તુષિત પાણેરી દ્વારા અભિયાનમાં જોડાવા અપીલ સોનમ વાંગચુકના સમર્થનમાં વોટ્સએપ અભિયાન શરૂ શિક્ષા વ્યવસ્થા સુધારા માટે મેસેજ જરૂરી 
  • આ અવાજ સોનમ વાંગચુક સુધી પહોંચાડશે : ૯૭૨૭૨ ૪૨૨૫૩

સિટી ન્યૂઝ | રાજકોટ

આપના એક મેસેજ નો સહયોગ આપણા બાળકો ને ભવિષ્ય માં મળવા પાત્ર શિક્ષા વ્યવસ્થા સુધારવા તેમજ પારદર્શિતા લાવવામાં મદદ થશે, આપ સૌ તરફથી વોટ્સએપ મારફત મળેલું સમર્થન હું દિલ્હી સોનમ વાંગચુક સુધી પહોંચાડેશ તેની ખાતરી આપું છું.

જય ભોળાનાથ સાથે જણાવવાનું કે રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ને નેતા દિનેશ બિનવાલ અને એનો નાનો ભાઈ મંગીલાલ બિનવાલ સહિત ત્રણ લોકો ની નીટ ૨૦૨૪ પેપર લીક કૌભાંડ માં સંડોવણી બહાર આવી છે, જેના પગલે દેશ ભર મા અઢાર થી વધુ વિદ્યાર્થીઓ એ આત્મહત્યા કરી લીધી.

આ અતિ નિંદનીય ઘટના બાદ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હજુ સુધી પોતાના નૈતિકતા સ્વીકારી મંત્રી પંતે થી રાજીનામું નથી આપ્યું, જેને લઈને વૈશ્વિક ખ્યાતિ પામેલા મહાન વૈજ્ઞાનિક સોનમ વાંગચુકજી દિલ્હી ના જંતર મંતર પર છેલ્લા ૧૯ દિવસ થી ભૂખ હડતાળ પર બેઠા છે પણ બેશરમ બનેલી કેન્દ્ર સરકાર ની જડતા જોતા સ્પષ્ટ લાગે છે કે તેમને સોનમ વાંગચુકજી ના જીવ ની પડી નથી.

આવો જ એક કિસ્સો વર્ષ ૨૦૧૮ માં બન્યો હતો જ્યારે આઈ આઈ ટી રૂરકી માંથી એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ની ડિગ્રી લેનારા, યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા માંથી પી એચ ડી ની પદવી પ્રાપ્ત કરનારા દેશ ના જાણીતા પર્યાવરણ વિદ પ્રોફેસર જી ડી અગ્રવાલ સાહેબ પવિત્ર ગંગા નદી ની સફાઈ તેમજ અલકનંદા નદી પર બંધ બનાવવા, થી ગંગા નદી ના પ્રવાહ તેમજ આસપાસ ના પર્યાવરણ ને થનારા વ્યાપક નુકસાન અંતર્ગત પીએમ મોદીને ત્રણ પત્રો લખ્યા હતા પરંતુ આ જડ સરકારે પ્રોફેસર અગ્રવાલ ની વાત પર ધ્યાન ન આપ્યું, અંતત તેઓએ ૨૨ જૂન ૨૦૧૮ ના રોજ આમરણાંત ઉપવાસ શરૂ કર્યો અને ૧૧૧ દિવસના ઉપવાસ ના અંતે ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ તેમણે દેહત્યાગ કર્યો.

હાલ મા, દિલ્હી ના જંતર મંતર પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામા ની પ્રબળ માંગ સાથે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકજી સાથે પણ આવું થઈ શકવાની ભીતિ સેવાઈ રહી છે.

કોંગ્રેસ પાર્ટી સહિત દરેક વિપક્ષી દળ ના શીર્ષસ્થ નેતાઓ, જાણીતા બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત દેશ ની યુવા, દેશ ના Gen Z આજે સોનમ વાંગચુક ને પોતાના અનશન સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યા છે. દેવાહી દેવ મહાદેવ ભોળાનાથ સોનમ વાંગચુકજીને સ્વાસ્થ્ય પ્રદાન કરે પરંતુ કઈ અઘટિત બન્યું તો જવાબદાર કેન્દ્ર સરકાર હશે.