મારે ૨૦ જુલાઈ સુધી જીવવું છે: સોનમ વાંગચૂક
- ઉપવાસનો ૨૦મો દિવસ; ડોક્ટરોએ કહ્યું જો ઉપવાસ ચાલુ રાખશે તો ઓર્ગન ફેલ થવાનું જોખમ
- વાંગચૂકે સમર્થકોને ૨૦ જુલાઈએ સંસદ સુધી યોજનાર શાંતિપૂર્ણ માર્ચમાં મોટી સંખ્યામાં એકઠા થવા અપીલ કરી
સિટી ન્યૂઝ | નવી દિલ્હી
દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચૂકની ભૂખ હડતાળનો શુક્રવારે ૨૦મો દિવસ છે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ ભોગે ૨૦ જુલાઈ સુધી જીવતા રહેવા માંગે છે. વાંગચૂકે સમર્થકોને ૨૦ જુલાઈએ સંસદ સુધી યોજનાર શાંતિપૂર્ણ માર્ચમાં મોટી સંખ્યામાં એકઠા થવા અપીલ કરી. તેમણે કહ્યું કે તેઓ લોકશાહીના મંદિરમાં પોતાની વાત રજૂ કરશે. વાંગચૂકે કહ્યું કે તેઓ બહારથી નબળા છે, પરંતુ અંદરથી મજબૂત છે. તેમણે મજાકમાં કહ્યું કે જો ૨૦ જુલાઈની માર્ચ સફળ ન થઈ, તો તેઓ ભૂત બનીને પાછા આવશે. વાંગચૂક NEET પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિઓ વિરુદ્ધ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૨૦ દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમનું વજન ૮.૯ કિલો સુધી ઘટી ગયું છે.
ડોક્ટરોએ ચેતવણી આપી છે કે તેમનો ઉપવાસ હવે એક એવા ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે જ્યાં સ્થિતિ બગડતા તેમના શરીરના અંગોને નુકસાન થઈ શકે છે. દિલ્હી હાઈકોર્ટે પ્રશાસનને તેમના સ્વાસ્થ્યની રોજિંદી દેખરેખ રાખવા માટે કડક નિર્દેશ આપ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે લાંબા સમયથી ભૂખ્યા રહેવાને કારણે વાંગચૂકની સ્થિતિ ગંભીર બની ગઈ છે અને શરીરને નુકસાન થવાનો ખતરો છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને તેમની રોજિંદી મેડિકલ તપાસ કરાવવા અને જરૂર પડ્યે તાત્કાલિક સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા હતા. કોકરોચ જનતા પાર્ટી (CJP) NEET પેપર લીકના વિરોધમાં ૨૦ જૂનથી જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે. તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. વાંગચૂક પણ તેમના આંદોલનમાં સામેલ છે. CJP ચીફ જસ્ટિસ સૂર્યકાંતે બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કર્યા પછી બની હતી.
લોકો મરી જશે પછી તમે જાગશો? સોનાક્ષી સિંહા સોનમ વાંગચૂકના સમર્થનમાં ઉતરી ડિમ્પલ યાદવ, મેનક ગાંધી, અરવિંદ કેજરીવાલ, સમય રૈના, ફાતિમા, અતુલ કુલકર્ણિએ પણ ટેકો આપ્યો
સિટી ન્યૂઝ | નવી દિલ્હી સોનમ વાંગચૂકને લઈને સોનાક્ષી સિંહાએ કહ્યું છે, તે પણ આ દેશની યુવા છે, તે પણ દેશનું ભલું ઈચ્છે છે. તે કોઈ એન્ટી-નેશનલ નથી, તો પછી તે શા માટે ચૂપ રહે? જે સમયે, એક્ટર અતુલ કુલકર્ણિએ સોનમ વાંગચૂકના સમર્થનમાં એક દિવસના ઉપવાસ રાખવાની જાહેરાત કરી. તે જ સમયે, કોમેડિયન સમય રૈના પણ વાંગચૂકના સમર્થનમાં આવ્યા. અતુલ કુલકર્ણિએ કહ્યું કે, ૧૬ જુલાઈએ પોતાના ઘરે આખો દિવસ ઉપવાસ કરશે. એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ આજે ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા કહ્યું છે, તેણે પહેલા ક્યારેય આ રીતે સાર્વજનિક નિવેદન આપ્યું નથી, પરંતુ આ વખતે ચૂપ રહેવું શક્ય નહોતું. તેણે કહ્યું કે, ‘સોનમ વાંગચૂક દેશ માટે કરેલા તેમના કાર્યો અને સિદ્ધિઓ માટે જાણીતા છે. વાંગચૂક એવા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અનશન કરી રહ્યા છે, જેમને તેઓ સંકટમાં માને છે.
ભૂખ હડતાલ કરનાર સોનમ વાંગચૂક કોણ છે સોનમ વાંગચૂકનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૬૬ ના રોજ લદ્દાખમાં અલચી નજીક નાના ગામ ઉલેટોકમાં થયો. તેમના પિતા સોનમ વાંગચાલ એક નેતા હતા અને ૧૯૭૫માં જમ્મુ-કાશ્મીર સરકારમાં મંત્રી પણ બન્યા હતા. જોકે, સોનમનું બાળપણ પડકારોથી ભરેલું હતું. ગામમાં શાળા ન હોવાથી તેઓ ૯ વર્ષની ઉંમર સુધી અભ્યાસ ન કરી શક્યા. જોકે, તેમની માતા ટ્સેરિંગ વાંગમોએ જે તેમને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપ્યું હતું, જ્યારે સોનમને ભણવા માટે શ્રીનગર મોકલવામાં આવ્યા, ત્યારે ભણવા આવતા તેમને આ પરિસ્થિતિની કંટાળીને ૧૯૮૬માં તેઓ એકલા દિલ્હી આવી ગયા. બાદમાં તેમણે ૧૯૮૮માં NIT શ્રીનગરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech પૂર્ણ કર્યું. એન્જિનિયરિંગ બાદ સોનમ વાંગચૂકે લદ્દાખના શિક્ષણ અને પર્યાવરણને સુધારવા માટે અનેક કાર્યો કર્યા છે. આપને જણાવી દઈએ કે, બોલિવુડ ફિલ્મ '3 Idiots' માં આમિર ખાને ભજવેલું ‘ફુંસુખ વાંગડૂ’ પાત્ર સોનમ વાંગચૂકના જીવનથી જ પ્રેરિત હતું. બાળપણના ભાષાકીય સંઘર્ષમાંથી પ્રેરણા લઈને વાંગચૂકે ૯ અલગ-અલગ ભાષાઓ શીખી છે. લદ્દાખના સ્થાનિક પડકારોના નવીન ઉકેલ લાવવા બદલ ૨૦૨૫ સુધીમાં તેમને ૧૫ થી વધુ પુરસ્કાર મળી ચૂક્યા છે.