Loading Please Wait !!!
રાજકોટમાં ‘ક્વોલિટીવાળું’ કામ કરજો: મુખ્યમંત્રી

  • મુખ્યમંત્રીએ મેયર શુક્લને ટકોર કરતા કહ્યું, વિકાસ કામો માટે જેટલું જોશે એટલું આપશું
  • રવિવારે મુખ્યમંત્રીના હસ્તે 268 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત કર્યું
  • મુખ્યમંત્રીએ લોકોને પૂછ્યું કે રાજકોટમાં સફાઈ થાય છે કે નહીં’ ? તો કેટલાકે કહ્યું આજે થઈ હતી

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતે પધાર્યા હતા તેમના હસ્તે ૨૬૮ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. પ્રથમ તેમણે સ્વ.વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત તેજસ્વી દીકરીઓને સન્માનવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હીના જંતરમંતર પર થયેલા આંદોલનને વખોડ્યું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવા ઓડિટોરીયમ સહિતના લીલીઝંડી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં જીતુ વધાણીએ સમયના અભાવના કારણે પોતાની સ્પીચ ન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હલવા મૂડમાં મજાક કરતા કહ્યું કે હું અગાઉ એક કાર્યક્રમના નહોતો બોલ્યો તો ખૂબ તાલીઓ પડી હતી તે જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. જ્યારે રાજકોટના લોકોને પૂછ્યું કે અહીં સફાઈ થાય છે કે નહીં ? તો કેટલાકે કહ્યું કે આજે થઈ હતી.

અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ ખાતે સ્વ. પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતેના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુંકે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે વંદન કરું છું. વિજયભાઈનું જીવન સાદગી પૂર્ણ હતું. દરેક કાર્યકર્તા પ્રત્યે આત્મીયતાનો ભાવ હતો.. ગરીબ, વંચિત, જરૂરિયાત મંદ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટાડીને ૧ ટકા પહોંચ્યો છે. આ સાથે જ દીક્ષા ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ૨૦૧૭માં વિકસિત ભારતના સંકલ્પને પૂરું કરવામાં સામાજિક સંસ્થાઓનો ફાળો પણ મહત્ત્વનો રહેશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહલ શુક્લે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, આજે આપણે મહાનગરપાલિકાના ૫૫૦ કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા છે અને આ કામોનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી આપ જ્યારે આવો ત્યારે બીજા રૂ.૨૫૦૦ કરોડના ખાતમુહૂર્ત કરશો તેવી આશા રાખીએ. જેનો જવાબ આપતા મુખ્યમંત્રીએ રાજકોટના

મેયર નેહલ શુક્લને ટકોર કરતા જણાવ્યું હતું કે, વિકાસ કામો માટે જેટલું જોશે એટલું આપીશું.અમારા પાસે જેટલું હશે એ આપીશું પણ કામ ક્વોલિટીવાળું કરજો. આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લાંબા સમય બાદ સ્ટેજ પર દેખાયા હતા તેમણે જણાવ્યું હતું કે, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે. આશા દેશો દિલ્હીમાં સંસ્કાર અને ફુસંસ્કાર વચ્ચેનો ભેદ જોયો. સાંભળી ન શકાય તેવી ભાષાનો ઉપયોગ થયો હતો. જેથી આકાશ ગમે તેટલો હોય પરંતુ સંસ્કાર ભૂલવા ન જોઈએ.

જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમના હસ્તે રાજકોટ મનપાના ૧૩ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્તમાં આવ્યું હતું. જેની કુલ કિંમત ૧૫૩.૩૫ કરોડ હતી. ઉપરાંત મનપાના ૧૩ જેટલા વિકાસકામોનું લોકાર્પણ થયું. જેની કુલ કિંમત ૬૪.૪૨ કરોડ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવનિર્મિત ઓડિટોરિયમ, ન્યુલાઈબ્રેરી અને હેલ્થ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જે પછી મુખ્યમંત્રીએ મજાકના મૂડમાં જણાવ્યું હતું કે, આજે જીતુભાઈએ સ્પીચ આપવાની ના પાડી.હું ધારાસભ્ય હતો ત્યારે યોગ ક્લાસિસમાં ગયો હતો, મને કહ્યું તમે બોલશો. મેં ના પાડી બોલવાની તો ખૂબ તાલીઓ પડી. એટલી જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. દરેક વખતે બોલવું જરૂરી હોતું નથી. વિકાસ કેવો હોય, કેટલો હોય એ પ્રધાનમંત્રીએ આપણને અનુભવ કરાવ્યો છે. બદાનો સ્વભાવ હોય કે જેમ જેમ સેસલીટી વધતી જાય તેમ તેમ નવી સેસલીટીની ઝંખના હોય.યોગા કરીએ તો આયુષ્યમાન કાર્ડની જરૂર ન પડે, યોગા ન કરીએ તો આયુષ્યમાન કાર્ડ તો છે જ. વિકાસને બે રીતે જોવો જોઈએ આર્થિક અને સામાજિક.આ બન્ને પટેલલ થાય એ જરૂરી છે.મનપામાં જે નવા રોડ બનાવવાના હોય તે RCCના બને તેવો નિર્ણય છે. કોમનવેલ્થમાં ૩દ મેડલ આપણને મળ્યા છે. ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં જોવાની છે ત્યારે ગુજરાતના ખેલાડીઓ મેડલ લાવે તો ગુજરાતનું ગૌરવ વધશે.