Loading Please Wait !!!
રાજકોટમાં એડમિશન માટે રડતી દીકરીઓ; ધારાસભ્યો મુંગા સાક્ષી !

  • કડવું સત્ય; શહેરમાં સ્કૂલરાજ, નેતાઓ ફોટોશૂટમાં વ્યસ્ત
  • 20-20 દિવસથી એડમિશન માટે ભટકતી દીકરીઓ; DEO પણ ગૂંગા

 

  • જન કી બાત - અનિરુદ્ધ નકુમ

રાજકોટમાં આજે જે સ્થિતિ ઉભી થઈ રહી છે, તે માત્ર શિક્ષણની સમસ્યા નથી. આ તો સીધી રીતે શાસન વ્યવસ્થાની નિષ્ફળતા છે. એક પછી એક ખાનગી શાળાઓ દ્વારા નાનાં બાળકોને, ખાસ કરીને ધોરણ-૧ જેવી શરૂઆતની કક્ષામાં એડમિશન આપવાનો ઈનકાર કરવામાં આવે છે છતાં શહેરના ધારાસભ્યો અને જવાબદાર તંત્ર મૌન છે.પ્રશ્ન એ છે કે શું રાજકોટમાં હવે “સ્કૂલરાજ” ચાલી રહ્યું છે ? સરકાર RTE હેઠળ ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર આપે છે, પરંતુ ખાનગી શાળાઓએ જ બાળકોને પ્રવેશ આપવાનો ઈનકાર કરે તો આ કાયદાનો અમલ કોણ કરાવશે? ધારાસભ્યોની ભૂમિકા શું માત્ર શાળા પ્રવેશોત્સવમાં જઈને ફોટા પડાવવાની જ છે? એક ફોન શાળા સંચાલકોને કે DEO કચેરીને કરવાનો પણ સમય નથી? નાનકડી દીકરીઓ

છેલ્લા ૨૦ દિવસથી શાળાની બહાર છે આ દુખ, આ તકલીફ કોઈને દેખાતી નથી? તાજેતરમાં જાહેર થયેલા PGI રિપોર્ટમાં રાજકોટનો સ્કોર ચિંતાજનક રીતે નીચે આવ્યો છે. ૧૦૦૦માંથી માત્ર ૩૨૨નો સ્કોર બતાવે છે કે

શિક્ષણની ગુણવત્તા ક્યાંક ગંભીર રીતે ખૂટે છે. શિક્ષકોની સ્થિતિ, મેનેજમેન્ટ, લર્નિંગ બધું જ પ્રશ્નચિહ્ન હેઠળ છે. છતાં, રાજકીય નેતાઓ માટે આ મુદ્દો પ્રાથમિકતા નથી. આ પરિસ્થિતિમાં સૌથી મોટું નુકસાન કોનું થઈ રહ્યું છે? એક નિર્દોષ બાળકનું. જેનો શિક્ષણનો અધિકાર કાગળ પર છે, પણ હકીકતમાં તે દરવાજા બહાર ઉભો છે. હવે સમય આવી ગયો છે કે રાજકોટના ધારાસભ્યો અને તંત્ર પોતાના મૌનમાંથી બહાર આવે. ગંદી રાજનીતિ, દેખાવના કાર્યક્રમો અને ખાલી વચનો છોડીને, જમીન પરના પ્રશ્નો ઉકેલે. કારણ કે શિક્ષણ કોઈ રાજકીય ખેલ નથી આ તો બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે. જો આજે પણ જવાબદારી નહીં લેવાય, તો આવતીકાલે આ જ બાળકો સિસ્ટમ પર સવાલ ઉઠાવશે અને એ સવાલોનો જવાબ આપવો મુશ્કેલ બની જશે.

જો આજે પણ જવાબદારી નહીં લેવાય તો આવતીકાલે આ જ બાળકો સિસ્ટમ પર સવાલ ઉઠાવશે અને એ જ સવાલોનો જવાબ આપવો મુશ્કેલ બની જશે...