રાજકોટના PSIની અનોખી પહેલ ગરીબ પરિવારના બાળકના ભણતરથી યુનિફોર્મ સુધીનો ખર્ચ ઉઠાવશે
- ‘ફરજ’ ની આગળ વધીને ‘જવાબદારી’ ગરીબ બાળકના સપનાને પાંખ આપવા PSI મનિષ મિસ્ત્રીનો અનોખો સંકલ્પ
- ખાખીમાંથી વહેતું કરુણાની ગંગા; એક બાળક ભણશે તો આખો સમાજ આગળ વધશે
મહિને માત્ર 50થી શિક્ષણની શરૂઆત
સમાજમાં શિક્ષણ માટે સામૂહિક દાનની પણ અપીલ કરવામાં આવી છે. રિક્ષા ચલાવતા, સુધારીકામ, સેન્ટીંગ કે અન્ય મજૂરીકામ કરતા લોકો દર મહિને માત્ર રૂ.૫૦નું યોગદાન આપે તો વર્ષમાં રૂ.૬૦૦ થાય. આવા ૧૦૦ લોકોનું એક ગ્રુપ બને તો વર્ષે રૂ.૬૦,૦૦૦ એકત્ર થઈ શકે અને એક ગરીબ બાળકના શિક્ષણમાં મોટું યોગદાન આપી શકાય. આ રીતે મજૂરીકામ કરતા લોકોના ૧૦૦-૧૦૦ના અનેક ગ્રુપ બનાવવામાં આવે તો અનેક બાળકોના અભ્યાસની જવાબદારી સામૂહિક રીતે ઉઠાવી શકાય તેવી વિચારણા રજૂ કરવામાં આવી છે.
સિટી ન્યૂઝ@ભરૂચ
વેજલપુર ખારવા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સ્વ. બાબુભાઈ છગનલાલ મિસ્ત્રી તથા કોકીલાબેનના પુત્ર અને PSI મનીષ મિસ્ત્રીએ સમાજના સૌથી ગરીબ પરિવારમાંથી એક બાળકના પ્રી-નર્સરીથી ધોરણ-૧૨ સુધીના સમગ્ર અભ્યાસની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે. શૈક્ષણિક સત્ર ૨૦૨૬થી બાળકના અભ્યાસનો તમામ ખર્ચ તેઓ ઉઠાવશે. આ પહેલ સાથે સમાજના અન્ય લોકો પણ પોતાની ક્ષમતા મુજબ ગરીબ બાળકોના
આવેલી જાહેરાત મુજબ શૈક્ષણિક સત્ર ૨૦૨૬થી પ્રી-નર્સરીથી ધોરણ-૧૨ સુધી એટલે કે ૧૬ વર્ષ સુધી બાળકના શિક્ષણનો ખર્ચ ઉઠાવવામાં આવશે. તેમાં સ્કૂલ ફી ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ફી, સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, ચોપડા, પેન્સિલ, બોલપેન, અભ્યાસની સામગ્રી સહિતનો ખર્ચ સામેલ રહેશે.
બાળકને ટ્યુશનની જરૂરિયાત હોય તો તેની ટ્યુશન ફી તથા સ્કૂલના પ્રોજેક્ટ માટે જરૂરી સામગ્રીનો ખર્ચ પણ ઉઠાવવામાં આવશે. એટલે બાળકના અભ્યાસમાં નાણાકીય અડચણ ન આવે તે માટે તમામ પ્રકારની જરૂરી
શૈક્ષણિક જરૂરિયાત પૂરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મનીષ મિસ્ત્રીએ એવી પણ બાંહેધરી આપી છે કે ૨૦૨૬થી ૨૦૪૩ સુધી બાળકના શિક્ષણમાં કોઈપણ પ્રકારનો અવરોધ નહીં આવે. સંજોગવશત પોતાને કંઈથાય તો તેમના એક ખાસ મિત્ર સગાને સંપર્ક કરીને વિદ્યાર્થીની સમગ્ર જવાબદારી સંભાળશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
આ રીતે બાળકના સમગ્ર અભ્યાસકાળ દરમિયાન શિક્ષણ ચાલુ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારવામાં આવી છે.
નોકરી કરતા અને સમક્ષ વર્ગને પણ આગળ આવવા અપીલ
નોકરી કરતા સમાજના લોકો પણ વર્ષે રૂ.૧૦૦૦ કે રૂ.૨૦૦૦નું યોગદાન આપે તો સામૂહિક રીતે અનેક બાળકોના શિક્ષણમાં મદદ કરી શકાય. જ્યારે આર્થિક રીતે સક્ષમ લોકો ૨-૩ વ્યક્તિઓનું ગ્રુપ બનાવી એક બાળકના ધોરણ-૧૨ સુધીના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે તેવી અપીલ કરવામાં આવી છે. શિક્ષણ માટે એકાઉન્ટ જોલી તેમાં દાન મેળવવા માટે QR કોડ ઉપલબ્ધ કરાવવાની પણ વિચારણા રજૂ કરવામાં આવી છે.
2050 સુધી સમાજમાંથી IAS-IPS તૈયાર કરવાનો સંકલ્પ
વેજલપુર વિઝન-૨૦૫૦ને સાકાર કરવા શિક્ષણને કેન્દ્રમાં રાખીને સમાજના દરેક વર્ગને યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. ગરીબ પરિવાર બાળકને યોગ્ય શિક્ષણ અને તક મળે તો ભવિષ્યમાં સમાજમાંથી IAS, IPS, ક્લાસ-૧ અને ક્લાસ-૨ અધિકારીઓ ઉપરાંત અનેક સરકારી કર્મચારીઓ ઊભા થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. દાન માત્ર પૈસાનું નહીં, એક બાળકના ભવિષ્યનું કરોના સંદેશ સાથે સમાજના લોકોને શિક્ષણની આ પહેલમાં જોડાઈ ગરીબ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.