ધર્મેન્દ્ર પ્રધાન ક્રિમિનલ : રાહુલ ગાંધી
- શિક્ષણમંત્રી રાજીનામું આપે : તેમના કારણે હજારો લોકો રસ્તા પર
- એર ગનથી ઘાયલ વિદ્યાર્થીનું ટી-શર્ટ ઊંચું કરીને ઇજાના નિશાન બતાવ્યા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાહુલ ગાંધીએ શુક્રવારે એર ગનથી ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. તેઓ એક ઘાયલ વિદ્યાર્થી સાથે લઈને મીડિયા સામે આવ્યા. તેમણે વિદ્યાર્થીના હાથમાં થયેલા ઘા બતાવ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- એક વિદ્યાર્થીએ આંખ પણ ગુમાવી છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું- ધર્મેન્દ્ર પ્રધાન એક ગુનેગાર શિક્ષણ મંત્રી છે. તેમને હટાવવા જોઈએ. તે આપણા શિક્ષણ તંત્રના પતનનું પ્રતિક છે. તેમને જવું જ પડશે. તેમના કારણે હજારો લોકો બહાર છે. તેમણે પદ છોડવું
જ પડશે.
બીજી તરફ લોકસભામાં NEET પેપર લીક મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું- અમે સદનમાં ચર્ચા કરવા તૈયાર છીએ. વિપક્ષને અપીલ છે કે સદનને ચલવા દે, રાહુલ ગાંધી પોતાના સાંસદોને સમજાવે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમને સદનમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. માઈક બંધ કરી દેવામાં આવે છે.
આ તરફ, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં વંદે માતરમ બિલ રજૂ કર્યું. જોકે, તે હજુ પસાર થયું નથી. હોબાલાને કારણે બંને સદન ૨૭ જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.