Loading Please Wait !!!
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ નથી લેવાતું

દિવ્ય ભાસ્કર વેબે રાજકીય નિષ્ણાંતો સાથે કરી વાત-ચીત

શું કહે છે રાજકીય નિષ્ણાંતો

રાજીનામાથી ગુનાની 'સ્વિકૃતિ' નો સંદેશ જશે : રાશિદ કિદવાઈ

  • રાજીનામું લેવાથી ભૂલ સ્વીકારાઈ હોવાનો સંદેશ જશે, જે પીએમ મોદી બિલકુલ ઇચ્છતા નથી.

  • નીતિઓ PMO થી નક્કી થતી હોવાથી, માત્ર મંત્રીના રાજીનામાથી PMO પર પણ સવાલો ઉઠી શકે.

  • UPA ની જેમ આરોપ લાગતા જ રાજીનામું લેવાનો ટ્રેન્ડ ભાજપ ટાળવા માંગે છે.

  • ભાજપ ગણતરીપૂર્વક પગલાં લે છે. મોટું રાજકીય નુકસાન દેખાશે ત્યારે જ પ્રધાનને હટાવાશે.

ધ મોદી વે ઓફ પોલિટિક્સ : આશુતોષ

  • પીએમ મોદી ક્યારેય દર્શાવવા માંગતા નથી કે કોઈ તેમને દબાણમાં લાવી શકે છે.

  • પીએમ મોદીનો કડક રવૈયો જ સરકાર અને પાર્ટીની નીતિ બની જાય છે.

  • કૃષિ કાયદા પાછા ખેંચતી વખતે પણ તેમણે ભૂલ સ્વીકારવાને બદલે માત્ર સંવાદના અભાવને કારણ ગણાવ્યું હતું.

રાજીનામાથી TDP, IDU જેવા સહયોગી ગરબડ કરે: અમિતાબ તिवारी

  • રાજીનામાથી ભૂલ સ્વીકાર્યાનો સંદેશ જશે અને વિપક્ષની માંગણીઓ વધશે.

  • NDA સરકાર સહયોગીઓ (TDP, JDU) પર નિર્ભર છે. રાજીનામાથી અસંતોષ ઊભો થાય તો સરકાર અલ્પમતમાં આવી શકે.

  • વિધાનસભા ચૂંટણીઓ નજીક હોવાથી સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી રાજીનામું મોડું થઈ શકે.

એક મંત્રીનું રાજીનામું લેતાં જ અન્ય મંત્રીઓના રાજીનામાની માંગ તેજ બની જશે : નિશાંત કુમાર

  • નીતિઓનું સંચાલન PMO કરતું હોવાથી માત્ર મંત્રીને જવાબદાર ઠેરવી શકાય નહીં.

  • મોદીની મજબૂત અને અજય નેતાની ઇમેજ જાળવવા સરકાર આરોપો સ્વીકારીને રાજીનામા લેતી નથી.

  • એક મંત્રીનું રાજીનામું લેતા અન્યાના રાજીનામાની માંગ ઉઠશે, જેનાથી સરકાર બચવા માંગે છે.

  • સીધા હટાવવાને બદલે ભવિષ્યમાં થનારા કેબિનેટ વિસ્તરણની આડમાં તેમને હટાવઈ શકે છે.

માગણીઓનો પટારો ખૂલી જશે : હર્ષવર્ધન ત્રિપાઠી

  • એક માંગ સ્વીકારાતા વિરોધીઓની અન્ય માંગણીઓ વધશે અને પ્રદર્શનો વેગ પકડશે.

  • રાજીનામું તો ભવિષ્યમાં થશે જ, પરંતુ જવાબદારીના ભાગરૂપે તે અત્યારે જ લઈ લેવું જોઈએ.