Loading Please Wait !!!
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાશે કે નહીં કાલે નિર્ણય?

  • CJP અને સરકાર વચ્ચે મુલાકાત થઈ
  • ચારમાંથી સરકારે ત્રણ માંગણીઓ સ્વીકારી 
  • CJPએ કહ્યું શિક્ષણમંત્રીનું રાજીનામું ત્યાં સુધી આંદોલન ચાલુ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

કોક્રોય જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શુક્રવારે દિલ્હીના કોન્સ્ટેટ્યુશન ક્લબમાં બેઠક યોજાઈ હતી. આમા સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, જીતેન્દ્ર સિંહ અને CJP તરફથી સૌરભ દાસ, આશુતોષ શંકા સામેલ હતા. બેઠક બાદ CJPના પ્રવક્તાઓએ એ કહ્યું, "અમે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોઈ સમજૂતી નહીં કરીએ. સરકારે વળતર આપવા અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા પર

સહમતિ દર્શાવી છે. CJPના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કહ્યું કે બેઠક ખૂબ જ સારા વાતાવરણમાં થઈ. અમે અમારી ત્રાણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમણે કહ્યું કે અમારી પહેલેથી સોથી વઝૂરી માગ એ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અથવા તો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે. CJPએ સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ અને પરીક્ષા પદ્ધતિમાં સુધારા પ સૂચનો મૂક્યા છે. અમે આના પર વિચાર કરવા માટે કાલ સુધીનો સમય માંગ્યો છે.