Loading Please Wait !!!
NEETની વિદ્યાર્થીની પર ગેંગરેપ

  • ચિત્રકૂટ ફરવા ગયા હતા: બોયફ્રેન્ડને બંધક બનાવ્યો
  • પહાડ પર ત્રણ યુવકોને વનકર્મી હોવાની કહીને ધમકી આપી

સિટી ન્યૂઝ@ નવી દિલ્હી 

યુપીના ચિત્રકૂટમાં બોયફ્રેન્ડને બંધક બનાવીને NEETની વિદ્યાર્થીની પર ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૦ વર્ષની વિદ્યાર્થીની ૧૭ વર્ષના બોયફ્રેન્ડ સાથે ટેકરી પર બેઠી હતી, ત્યારે આરોપીઓ ત્યાં પહોંચ્યા, પોતાને વનકર્મી ગણાવીને બંનેને ધમકાવ્યા હતા. બોયફ્રેન્ડને બેટથી માર માર્યો અને તેના હાથ-પગ ગમઘાથી બાંધી દીધા. ત્રણેય વિદ્યાર્થીને ખેંચીને ઝાડીઓમાં લઈ ગયા અને ગેંગરેપ કર્યો. ઘટના બાદ ત્રણેય ભાગી ગયા. બોયફ્રેન્ડને પોતાના હાથ-પગ ખોલ્યા અને વિદ્યાર્થીની પાસે પહોંચ્યો. તે બેભાન હાલતમાં પડી હતી. બોયફ્રેન્ડે જ ફોન કરીને પોલીસને જાણ કરી.

આ ઘટના બુધવારે બપોરે ૩ વાગ્યે દેવાંગના ઘાટીના જંગલમાં બની હતી. વિદ્યાર્થીની ચિત્રકૂટની નજીક આવેલા મધ્યપ્રદેશના સતનાની રહેવાસી છે. તે ૧૨મા ધોરણમાં ભણે છે. વિદ્યાર્થીની બપોરે ચિત્રકૂટ કરવા આવી હતી. CCTVમાં ચિત્રકૂટ ફરવા ગઈ હતી. પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે FIR નોંધી છે. એક CCTVમાં ત્રણેય આરોપીઓ બાઇક પર જતા દેખાઈ રહ્યા છે. શંકાના આધારે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.ગુરૂવારે બપોરે ૨ વાગ્યે એડીજી જોન જ્યોતિ નારાયણ પ્રયાણરાજથી ચિત્રકૂટ પહોંચ્યા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસ અધિકારીને અત્યાર સુધી થયેલી તપાસ વિશે પૂછ્યું.