Loading Please Wait !!!
ગંગા-યમૂના સહિત 10 નદીઓ બેકાબૂ દેશભરમાં ચોમાસું જામ્યું

  • મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર
  • આસામમાં પૂર : 40નાં મોત; 7 લાખ લોકો પ્રભાવિત

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. ઉમરગામ તાલુકામાં ૧૬ કલાકમાં ૪૩ ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શુક્રવારે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

યુપીમાં છેલ્લા ૧૦ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે ગંગા, યમુના સહિત ૧૦ નદીઓ ગાડીતૂર બની છે. શુક્રવારે ૫૪ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. આસામમાં પૂરથી ૬.૫૩ લાખ લોકો

પ્રભાવિત છે. પટના, ભોજપુર, બકસર, ગોપાલગંજ, સારણ, વૈશાલી અને સિવાન સહિત બિહારના ૧૬ જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઔરંગાબાદ અને બક્સર ગુરુવારે વીજળી પડવાથી ૨-૨ લોકોના મોત થયા.

જ્યારે, રાજસ્થાનના બાસવાડા અને ડુંગરપુર સહિત ૧૧ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગે શુક્રવારે શ્યોપુર, મંદસૌર, રતલામ, અલીરાજપુર અને આ જિલ્લાઓમાં ૨૪ કલાક દરમિયાન ૪ ઇંચ સુધી વરસાદ પાડી શકે છે.