Loading Please Wait !!!
ટેલિકોમમાં રાજ : એરટેલ બની દેશની સૌથી મૂલ્યવાન કંપની

=> માર્કેટ કેપ રૂા. 12 લાખ કરોડ નજીક પહોંચ્યું

સિટી ન્યૂઝ@મુંબઇ

ભારતી એરટેલ 18 મેના રોજ માર્કેટ કેપની બાબતમાં HDFC બેંકને પાછળ છોડીને ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. કારોબાર દરમિયાન એરટેલના શેરોમાં 2% સુધીનો ઉછાળો નોંધાયો, જેના કારણે કંપનીનો શેર 1,953.8ના સ્તરે પહોંચી ગયો.
આ ઉછાળા સાથે જ એરટેલનું કુલ માર્કેટ કેપ વધીને લગભગ 12 લાખ કરોડ થઈ ગયું, જ્યારે HDFC બેંકનું માર્કેટ કેપ 11.8 લાખ કરોડ પર આવી ગયું હતું. જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે એરટેલનો શેર 1.66%ના ઉછાળા સાથે 1,937ના સ્તરે બંધ થયો. HDFC બેંકનો 0.17%ના ઉછાળા સાથે 768.80ના સ્તરે બંધ થયો. ક્લોઝિંગ પર એરટેલનું માર્કેટ કેપ ઘટીને 11.6 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું. જ્યારે HDFC બેંકનું માર્કેટ કેપ વધીને 11.84 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું.

પ્રાઇવેટ સેક્ટરની HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ બેંકના શેરો પર ખૂબ જ ખરાબ અસર પડી છે. છેલ્લા છ મહિના દરમિયાન HDFC બેંકના શેરોમાં 22%નો ભારે ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2026ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (Q4 FY26)માં ભારતી એરટેલનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 33.5% ઘટીને 7,325 કરોડ રહ્યો છે.

ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો પેરેન્ટ ઓનર્સને મળતો કન્સોલિડેટેડ પ્રોફિટ 11,021.8 કરોડ હતો. જોકે, ક્વાર્ટરના આધારે કંપનીના પ્રોફિટમાં 10.4%નો વધારો થયો છે. દેશની આ બીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીની ઓપરેશન્સ રેવન્યુ Q4 FY26માં વાર્ષિક ધોરણે 15.6% વધીને 55,383.2 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 47,876.2 કરોડ હતી.

છેલ્લા એક અઠવાડિયામાં એરટેલના શેર 10% વધ્યા

છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારતી એરટેલના શેરોમાં 10%નો વધારો જોવા મળ્યો છે. આ જ સમયગાળા દરમિયાન HDFC બેંકના શેરોમાં માત્ર 1%નો જ ઉછાળો આવ્યો છે. હાલમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, જેનું માર્કેટ કેપ 18.04 લાખ કરોડ છે.