Loading Please Wait !!!
ટ્રમ્પ અને નેતન્યાહુની હત્યા કરનારને 500 કરોડનું ઈનામ

=> ઈરાનની સંસદની જાહેરાત

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ઈરાનની સંસદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા કરનારાઓને ૫૦૦ કરોડથી વધુનું ઈનામ આપતું બિલ લાવી શકે છે.ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, ઈરાનની સંસદનું રાષ્ટ્રીય સુરક્ષા આયોગ આ બિલની તૈયારી કરી રહ્યું છે. આયોગના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિકના સૈન્ય અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી નામથી બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઈરાની સાંસદ મહમૂદ નબાવિયને કહ્યું કે સંસદ જલ્દી આ બિલ પર વોટિંગ કરી શકે છે, જે ટ્રમ્પ અને નેતન્યાહુને જહન્નુમ પહોંચાડનારાઓને ઈનામ આપશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેની સહિત અનેક સૈન્ય અને રાજકીય નેતાઓના મોત બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે.આ દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈશાન પર મંગળવારે થનારો હુમલો હાલ પૂરતો ટાળી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે કતાર, સાઉદી અરબ અને UAE જેવા ગલ્ફ દેશોના નેતાઓ એ વાતચીત તક આપવા માટે થોડા દિવસોનો સમય માંગ્યો હતો. ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા આયોગ આ બિલની તૈયારી કરી રહી છે. આયોગના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ કહ્યું કે “ઇસ્લામિક રિપબ્લિકના સૈન્ય અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી” નામથી બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઈરાની સાંસદ મહમૂદ નબાવિયને કહ્યું કે સંસદ જલ્દી આવા બિલ પર વોટિંગ કરી શકે છે, જે ટ્રમ્પ અને નેતન્યાહુને જહન્નુમ પહોંચાડનારાઓને ઈનામ આપશે.