Loading Please Wait !!!
ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો

=> લોકોના જીવ પહેલાં ! સુપ્રિમ કોર્ટનો કડક સંદેશ

=> સુરક્ષા પહેલા બાકીની વાતો પછી

=> ડોગ આતંક સામે કડક કાર્યવાહી: નિયમ તોડનાર અધિકારીઓ સામે અવમાનનો કેસ કરો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સુપ્રિમ કોર્ટે મંગળવારે કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનો કેસ ચલાવવો જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક જ મહિનામાં ૧,૦૮૪ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમના ચહેરા પર ઊંડા ઘા હતા. તમિલનાડુમાં, વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ ૨ લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા.

નવેમ્બર ૨૦૨૫માં, સુપ્રિમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટેનિર્દેશો આપ્યા હતા. કહ્યું હતું કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ અને તેમને પાછા છોડવા જોઈએ નહીં. રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને NGOએ આ નિર્દેશોને રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે ૨૯ જાન્યુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે કેસની સુનાવણી કરી.

સુપ્રિમ કોર્ટે કહ્યું, ગરિમા સાથે જીવન જીવવાના અધિકારમાં કૂતરાઓનો ડર કે જોખમ વિના મુક્તપણે જીવવાનો અધિકાર પણ સામેલ છે. કોર્ટે રખડતા કૂતરાઓના પુનર્વસન અને નસબંધી અંગેના નવેમ્બર ૨૦૨૫ના નિર્દેશને પાછો ખેંચવાની માંગ કરતી બધી અરજીઓ ફગાવી દીધી હતી. नવેમ્બર ૨૦૨૫માં, સુપ્રિમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટે નિર્દેશો જારી કર્યા હતા. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને તેમને છોડવામાં ન આવે, રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને NGO એ આ નિર્દેશોને રદ કરવા માટે ઘણી અરજીઓ કરી હતી. કોર્ટે ત્રણ રાજ્યોમાં કૂતરા કરડવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં, એક મહિનાની અંદર ૧,૦૮૪ કૂતરા કરડવાના ઘટના નોંધાઈ હતી. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં તેમના ચહેરા પર ગંભીર ઘા પણ સામેલ છે. વર્ષના પહેલા ચાર મહિનામાં જ તમિલનાડુમાં લગભગ ૨ લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. સુરતમાં એક જર્મન પ્રવાસીને કૂતરાએ કરડ્યો હતો.

સુપ્રિમ કોર્ટના 10 નિર્દેશ

» રાજ્ય સરકારોએ પશુ કલ્યાણ બોર્ડ (AWBI)ના નિયમોને મજબૂત અને યોગ્ય રીતે લાગુ કરવા જોઈએ.

» દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સંપૂર્ણ કાર્યરત ABC સેન્ટર (એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર) બનાવવું જોઈએ.

» વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં, જરૂરિયાત મુજબ ABC સેન્ટરની સંખ્યામાં વધારો કરવો જોઈએ.

» કોર્ટના આદેશો અને પશુ કલ્યાણ નિયમોનો સંપૂર્ણ અમલ થવો જોઈએ.

» જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને, અન્ય જાહેર સ્થળોએ આ નિયમો લાગુ કરવાનો નિર્ણય લેવો જોઈએ, અને તેનો અમલ નિર્ધારિત સમયમર્યાદામાં થવો જોઈએ.

» હડકવા વિરોધી દવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

» NHAI નેશનલ હાઈવે પર રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે NHAI જરૂરી પગલાં ભરે. NHAIએ આ હેતુ માટે મોનિટરિંગ અને સંકલન વ્યવસ્થા પણ બનાવે.

» હડકવાથી સંક્રમિત અથવા અત્યંત ખતરનાક કૂતરાઓના કિસ્સામાં, કાયદા હેઠળ જરૂર પડવા પર યુરેનેશિયા (દયા મૃત્યુ) જેવા પગલાં લઈ શકાય છે, જેથી લોકોનું જીવન સુરક્ષિત રહે.

» કોર્ટના આદેશોનો અમલ કરતા મ્યુનિસિપલ અને સરકારી અધિકારીઓને કાનૂની રક્ષણ આપવું જોઈએ. સામાન્ય રીતે તેમની સામે FIR અથવા બદલાજીની કાર્યવાહી ન કરવી જોઈએ.

» ૨૯ જાન્યુઆરી: કોર્ટે કહ્યું- અમારી વાતને મજાકમાં ન સમજો.