દુનિયાની સૌથી મોંઘી ગાયની કિંમત 35 કરોડ
બ્રાઝિલમાં વિયાટિના-19ને હવે વિશ્વની સૌથી મોંઘી ગાયનો કિતાબ મળ્યો
35 કરોડમાં તો 20 ડિફેન્ડર કાર આવી જાય
સિટી ન્યૂઝ@બ્રાઝિલ
ભારતમાં ગાયને માત્ર પ્રાણી નહીં, પૂજનીય પરંપરાનો ભાગ ગણવામાં આવે છે. જોકે બ્રાઝિલમાં ગાય અને ગાયનું દૂધ એ કમર્શિયલ કોમોડિટી હોવાથી ગાય એક બહુ જ મહત્વપૂર્ણ પ્રાણી છે. તાજેતરમાં બ્રાઝિલમાં સાડાચાર વર્ષની એક ગાયનું ઓક્શન થયું. આ ગાયની માલિકીના માત્ર પન-થર્ડ ભાગના હકોનું જ વેચાણ એમાં થવાનું હતું. એમ છતાં અરબુ નામના ગામમાં થયેલા ઓક્શનમાં વિયાટિના-૧૬ નામની આ ગાયની ૧.૪૪ મિલિયન ડૉલર એટલે કે લગભગ ૧૧.૭ કરોડ રૂપિયા બોલી લગાવવામાં આવી હતી.
જો ત્રીજા ભાગની માલિકીના હકની દૃષ્ટિએ જોઈએ તો સંપૂર્ણ માલિકીહક્ક મેળવવા માટે વ્યક્તિએ ત્રણગણા એટલે કે લગભગ ૩૫ કરોડ રૂપિયા ચૂકવવા પડે. આ જ કારણોસર વિયાટિના-૧૬ને હવે વિશ્વની સૌથી મોંઘી ગાયનો કિતાબ મળ્યો છે.નેલોર પ્રજાતિની આ ગાયો ખૂબ યુનિક ખાસિયતો ધરાવે છે જેને બીજી પ્રજાતિથી અલગ પાડે છે, આ ગાયો સફેદ દૂધ જેવી ગોરી અને ચમકદાર હોય છે. ખભા પર ખૂબ ઊંચી ખૂંધ નીકળેલી હોય છે. આ ગાયો ગરમીમાં પણ બહુ સરળતાથી જાતને સર્વાઈવ કરી શકે અને સારીએવી માત્રામાં દૂધ આપે છે.