એક ભેંસના બે માલિક પોલીસે કરાવવો પડ્યો ભેંસનો ડીએનએ ટેસ્ટ
બિહારનો વિચિત્ર કિસ્સો
સિટી ન્યૂઝ@બિહાર
માણસોના વંશીય સંબંધ, ઓળખ અને કેટલીક વાર ગુનાની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરવો સામાન્ય બાબત છે. પરંતુ ભારતના બિહાર રાજ્યમાં એક વિચિત્ર વિવાદ ઊભો થયો છે. અહીં પોલીસે એક ભેંસના માલિકીહક્કો વિવાદ ઉકેલવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે.આવો મામલો એવો છે કે બિહારના સીઓત્રા ગામના રહેવાસી સૂરજ યાદવ અને તેમના પાડોશી ગામના રહેવાસી પ્રકાશ માંત્રી, બંને એક જ ભેંસ પર પોતાનો માલિકીહક્ક હોવાનો દાવો કરી રહ્યા છે.આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, ત્યારે સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ(આઈજી) વિકાસ વૈભવે વૈજ્ઞાનિક ઢબે આ મામલાને શક્ય એટલી વહેલી તકે ઉકેલવાનો આદેશ આપ્યો.તેને પગલે નક્કી કરવામાં આવ્યું કે કથિત રીતે ચોરાયેલી ભેંસ અને તેની કથિત પાડીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, જેથી માલિકીહક્કના વિવાદને ઉકેલી શકાય.સૂરજ યાદવ નામની એક વ્યક્તિનો દાવો છે કે તેની ભેંસ થોડા દિવસ પહેલાં ગુમ થઈ ગઈ હતી. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી અને પોતે જ ભેંસની શોધખોળ શરૂ કરી હતી. સૂરજ યાદવનો દાવો છે કે ગુમ થયેલી ભેંસની પાડી તેમને પોતાની પાસે છે.સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પછી તેમને જાણવા મળ્યું કે નજીકના ગામમાં પ્રકાશ માંત્રી નામની એક વ્યક્તિના ઘરે ભેંસ બાંધેલી છે. સૂરજ યાદવ ત્યાં પહોંચ્યા, અને ભેંસને છોડાવીને પોતાને ઘરે લઈ આવ્યા.બીજી તરફ, પ્રકાશ માંત્રીનું કહેવું છે કે ભેંસ કાયદેસરની તેમની મિલકત છે
અને તેઓ જ તેમના અસલી માલિક છે.બંને વચ્ચે વિવાદ વકર્યો ત્યારે સ્થાનિક પોલીસે ભેંસને પોલીસ સ્ટેશન લાવી મૂકી દીધી.શરૂઆતમાં પોલીસે પરંપરાગત ઉપાય અજમાવ્યોઃ ભેંસને છૂટી મૂકી દેવામાં આવે, જેથી તે પોતે જ પોતાના ઘરે પહોંચી જાય. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભેંસને છૂટી મૂક્યા પછી તે સૂરજ યાદવના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ પ્રકાશ માંત્રી આ નિર્ણયથી संतुષ્ટ નહોતા અને તેમણે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સૂરજ યાદવનો દાવો છે કે આ ભેંસની પાડી પણ તેમના ઘરે બાંધેલી છે. 'જો કે, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધીક્ષક અજય કુમારનું કહેવું છે કે ભેંસ બે દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં બાંધેલી હતી. ત્યાર પછી સૂરજ યાદવના સમર્થકોએ હોબાળો કર્યો અને ભેંસ સૂરજ યાદવની હોવાની સાક્ષી આપી. એ પછી પોલીસે ભેંસ તેમને સોંપી દીધી હતી. મગધ રેન્જના આઈ.જી. વિકાસ વૈભવે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં બે એફઆઈઆર નોંધાઈ છે. તેમાંથી એક એસસી/એસટી (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ નોંધાઈ છે, જ્યારે બીજી ભેંસની માલિકીના વિવાદને લગતી છે.ભેંસની માલિકીનો આ મુદ્દો ટૂંક સમયમાં સ્થાનિક રાજકારાનો વિષય બની ગયો.પૂર્વ ધારાસભ્ય અજય યાદવ સ્થાનિક પોલીસ અધિકારીઓને મળ્યા અને સૂરજ યાદવ સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરવાની તેમની પર આરોપ મૂક્યો.તેમણે કહ્યું કે ભેંસના માલિકીહક્કના વિવાદને લઈને કોઈ ગરીબને આટલા જર્ચાણ કાનૂની કેસમાં સંડોવવો યોગ્ય નથી.