Loading Please Wait !!!
Bira બિયર સંકટમાં, 1,000 કરોડનું દેવું !

  • B9 બેવેરિજીસે બિયર માટે કાચની બોટલો બનાવવાનો HNGILને ઓર્ડર આપી બોટલોનો ન ઉપાડ કર્યો ન બિલ ચૂકવ્યું !
  • HNGILએ B9 બેવેરિજીસ પાસે પોતાના રૂપિયા 11.77 કરોડના લેણાંની વસૂલાત માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી

સિટી ન્યૂઝ@નવીદિલ્હી

ભારતના યુવાનોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવનાર અને દેશની પ્રથમ ક્રાફ્ટ બિયર બ્રાન્ડ તરીકે જાણીતી બીરા ૯૧ (Bira 91) હાલમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે. કંપની પર દેવાનો બોજ એટલો વધી ગયો છે કે હવે તેના અસ્તિત્વ સામે જ મોટો સવાલ ઊભો થયો છે. હજુ તો જુલાઈ મહિનામાં જ કંપનીના સ્થાપક અંકુર જૈને રાજીનામું આપ્યા બાદ કર્મચારીઓએ થોડો રાહતો શ્વાસ લીધો હતો, ત્યાં જ

હવે કંપની પર ઇંસોલવન્સી (દિવાળિયાપણું) ની તલવાર લટકી રહી છે. કાચની બોતલ બનાવતી જાણીતી કંપની હિન્દુસ્થાન નેશનલ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (HNGIL) એ બીરા ૯૧ ની પેરેન્ટ કંપની Be બેવેરિજીસને બાકી નીકળતા નાણાં ન ચૂકવવા બદલ ડિફોલ્ટ નોટિસ ફટકારી છે.મળતી વિગતો અનુસાર, ગ્લાસ બોટલ ઉત્પાદક કંપની HNGIL એ Be બેવેરિજીસ પાસે પોતાના રૂ. ૧૧.૭૭ કરોડના લેણાંની વસૂલાત માટે કાનૂની દાવલો શરૂ કરી છે. વાત એમ હતી કે

Be બેવેરિજીસે પોતાની બિયર માટે ખાસ પ્રકારની ફાયની બોટલો બનાવવાનો ઓર્ડર HNGIL ને આપ્યો હતો. HNGIL ના દાવો અનુસાર, તેમણે ઓર્ડર મુજબ આશરે ૫૧.૪૨ લાખ (૫.૧૪૨ મિલિયન) બોટલોનું ઉત્પાદન પણ કરી દીધું હતું. પરંતુ, આટલો મોટો ઓર્ડર તૈયાર થઈ ગયા પછી પણ બીરા ૯૧ એ ન તો આ બોટલોનો ઉપાડ કર્યો કે ન તો તેનું બિલ ચૂકવ્યું. લાંબા સમય સુધી નાણાં ન મળતા આખરે HNGIL એ કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.

રૂ.1,000 કરોડથી વધુનું દેવું અને સ્થાપકની એક્ઝિટ

બીરા ૯૧ ની મુશ્કેલીઓ માત્ર આ ૧૧ કરોડ રૂપિયા પૂરતી સીમિત નથી. તેની માતૃ કંપની Be બેવેરિજીસ લાંબા સમયથી ઊંડી આર્થિક કટોકટીમાં ફસાયેલી છે. કંપની પર રૂ. ૧,૦૦૦ કરોડથી વધુનું દેવું થઈ ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગંજાવર દેવાની પર્સનલ ગેરંટી પોતે સ્થાપક અંકુર જૈને આપી હતી. જેમ-જેમ દેવું વધતું ગયું અને તેના વ્યાજનો બોજ વધતો ગયો, તેમ-તેમ કંપની પાસે રોકડ રકમ (Cash Flow) ની ભારે અછત સર્જાવા લાગી. પરિણામે, કંપનીની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ કે જુલાઈ મહિનામાં સ્થાપક અને પ્રમોટર અંકુર જૈને બોર્ડના તમામ હોદ્દાઓ અને એક્ઝિક્યુટિવ પદો પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમના પરિવારના સભ્યોએ પણ કંપનીમાંથી અંતર બનાવી લીધું છે. જાપાનની કિરીન હોલ્ડિંગ્સ (Kirin Holdings) અને પીક XV પાર્ટનર્સ (Peak XV Partners) જેવા મોટા ફંડિંગ ફાઈસિસ, જેણે બીરા ૯૧ માં કરોડોનું રોકાણ કર્યું હતું, તેમણે નવું ફંડ આપવા માટે એક જ શરત મૂકી હતી - અંકુર જૈનની એક્ઝિટ અને નવું નેતૃત્વ. આ શરતને કારણે જ અંકુર જૈને બહાર નીકળવું પડ્યું હતું.

કર્મચારીઓનો રોષ અને ઉત્પાદન પર બ્રેક

કંપનીની જાડે ગયેલી નાણાકીય સ્થિતિની સૌથી માઠી અસર તેના કર્મચારીઓ અને ઉત્પાદન પર પડી છે. છેલ્લા ધણા સમયથી કર્મચારીઓને પગાર મળ્યા નહોતા. આશરે ૨૫૦ થી વધુ કર્મચારીઓએ કોર્પોરેટ ગવર્નન્સની નિષ્ફળતા અને બાકી નીકળતા પગાર અંગે સત્તાવાર ફરિયાદો નોંધાવી હતી. આ ઉપરાંત, જરૂરી કાચો માલ અને બોટલો ન હોવાને કારણે કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ઉત્પાદન પણ ઠપ થઈ ગયું છે અથવા પૌર થઈ ગયું છે.ભારતમાં ક્રાફ્ટ બિયરનો છેલ શરૂ કરનાર અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનેલી બ્રાન્ડ બીરા ૯૧ આજે પોતના જ ખોટા નાણાકીય વ્યવસ્થાપનને કારણે અસ્તિત્વની લડાઈલડી રહી છે. જો કંપની HNGIL ના ૧૧.૭૭ કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે, તો NCLT ની દિવાળિયાપણાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા બાદ કંપનીના સંચાલનો હક તેના પ્રમોટર્સમાંથી છીનવાઈ જશે અને એક એડમિનિસ્ટ્રેટર કંપની ચલાવશે. રામ ભરોસે ચાલી રહેલી આ કંપની માટે આગામી ૧૦ દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.