Loading Please Wait !!!
ઈબ્રાહિમ અલીખાન–પલક તિવારી પ્રેમમાં ગળાડૂબ ; પકડાઈ ગયા

ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી હાલમાં તેમની લવ-લાઈફને લઈને ચર્ચામાં છે. હવે તેમનો એક નવો વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે જેમાં ઈબ્રાહિમ ગર્લફ્રેન્ડ પલકને ફોટોગ્રાફર્સના કેમેરાથી બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ આખરે એ બંને કેમેરામાં કેદ થઈ જાય છે. એ વખતે કેમેરાની ભીડ જોઈને ઈબ્રાહિમ થોડો અપસેટ હતો અને માસ્ક પહેરેલી પલકે પણ ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈબ્રાહિમ અને પલકનો આ વિડિયો જુહુમાં આવેલા PVR થિયેટરનો છે. બંને અહીં ફિલ્મ જોવા ગયાં હતાં. ફિલ્મ પૂરી થયા બાદ બંને બહાર નીકળ્યાં પણ બહાર બંને તરફ ફોટોગ્રાફર્સ હાજર હતા જેની તેમને જાણ નહોતી. આ ફોટોગ્રાફર્સને જોતાં જ ઈબ્રાહિમે તરત સીડીઓ તરફથી આગળ આવી રહેલી પલકને બેઝમેન્ટ તરફ ધકેલી દીધી જેથી કેમેરાથી બચી શકે. જોકે એ સમયે બેઝમેન્ટ તરફ પણ કેટલાક ફોટોગ્રાફર્સ હાજર હતા જેના કારણે બંને કેમેરામાં તિલક થઈ ગયાં હતાં.