દિપિકા પ્રેગનેન્સીથી ‘રાકા’ નું શૂટ અટક્યું
બીજી વખત મમ્મી બનવા તૈયાર દીપિકા પાદુકોણના ખાતામાં હાલમાં બે મોટા પ્રોજેક્ટ્સ છે. એક તરફ શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ છે જેનું મોટા ભાગનું શૂટિંગ દીપિકાએ પૂર્ણ કરી લીધું હોવાનું કહેવાય છે. બીજી તરફ અલ્લુ અર્જુનની બહુચર્ચિત ફિલ્મ ‘રાકા’માં દીપિકા લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દીપિકાની પ્રેગ્નેન્સીને કારણે ‘રાકા’નું કામ અટવાઈ ગયું છે. રિપોર્ટ પ્રમાણે જૂન મહિનામાં દીપિકાના શેડ્યૂલનું શૂટિંગ થવાનું હતું. દીપિકાના એક્શન દશ્યોના શૂટિંગ માટે આ શેડ્યૂલ મહત્ત્વનું છે. જોકે દીપિકાએ હજુ સુધી પોતાની આગામી તારીખો નિર્માતાઓને આપી નથી જેના કારણે આયોજનમાં વિલંબ થઈ રહ્યો છે. ફિલ્મનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે એ વિશે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.