Loading Please Wait !!!
કોકટેલ–૨ના લુક માટે સેનને ભારે ભૂખમરો વેઠ્યો : કિર્તિનું હોટ લૂક માટે હાર્ડવર્ક !

 

કિતી સેનન પોતાની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ ના હોટ લુકને લઈને ચર્ચામાં છે. કિતીએ આ શાનદાર લુક મેળવવા માટે કડક ડાયટનું પાલન કરવું પડ્યું હતું અને જિમમાં ભારે મહેનત પણ કરવી પડી હતી. ‘કોકટેલ ૨’ ના લુક માટે કરેલી આકરી મહેનત વિશે વાત કરતાં કિતીએ કહ્યું હતું કે ‘મારે સ્વીકારવું પડશે કે આ ખૂબ જ મુશ્કેલ અનુભવ હતો, કારણ કે ટ્રેનિંગ દરમિયાન મને ખૂબ ઓછું ખાવા મળતું હતું અને મારા જીવનમાં પહેલી વાર આટલી કડક ડાયટ પર હતી. ફિલ્મનું શૂટિંગ ઈટલીમાં થયું હતું પણ મને ત્યાંની વાનગીઓ ખાવા નહોતી મળતી. મને લાગે છે કે શાહિદ આ વાતની સાક્ષી આપી શકે છે કે એ સમયે હું હંમેશા ખૂબ અકળાયેલી રહેતી હતી, કારણ કે હું સતત ભૂખી રહેતી હતી. જોકે હવે જ્યારે હું મારી જાતને પડદા પર જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી બધી મહેનત સફળ થઈ છે. કિતી સેનન પોતાની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ની રિલીઝ પહેલાં દર્શન કરવા માટે આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિર પહોંચી હતી. અહીં કિતીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને ભક્તિભાવ સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેણે મંદિરની તમામ પરંપરાઓનું પાલન કર્યું હતું.