Loading Please Wait !!!
પદ્મકુવરબા,રામનાથ મહાદેવ, બે સ્મશાન સહિતના અનેક સ્થળો મચ્છરોના બાનમાં

  • વોકળાથી લઇ આજીનદી અને ખોખળદળનદીમાં સુધીમાં ગંદકી,લીલીવેલ,દુષિત પાણીના કારણે મચ્છરોનું ઉત્પતિ કેન્દ્ર
  • મનપાના એક સપ્તાહમાં તાવ-શરદી,ઉધરસ,ઝાડા-ઉલટીના 1790 કેસ નોંધાયા : મલેરિયાનો એક અને કમળાના બે કેસ નોંધાયા 


સિટી ન્યૂઝ@ રાજકોટ 
રાજકોટ પદ્મકુવરબા, રામનાથ મહાદેવ, રામનાથપરા સ્મશાન,કોઠારીયા સ્મશાન, બેડી યાર્ડ સહિતના અનેક સ્થળો મચ્છરોના બાનમાં હોવાથી ડેન્ગ્યુંનો રોગચાળો ફાટી જવાની દહેશત ફેલાઈ છે.આ તમામ સ્થળો પર ડેન્ગ્યુંના એડીસ મચ્છરો ૪૪ ડીગ્રી તાપમાનમાં પણ લોકોને કરડી રહ્યા હોવાથી વ્યાપક ફરિયાદો મનપાના કોલ સેન્ટરમાં ઉઠી છે.આ રોગચાળા પાચલ વોકળાથી લઇ આજીનદી અને ખોખળદળનદીમાં સુધીમાં ગંદકી,લીલીવેલ,દુષિત પાણીના કારણે મચ્છરોનું ઉત્પતિ કેન્દ્ર કારણભૂત હોવાનું જણાવાયું છે. 

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં શરદી- ઉધરસના ૬૪૮, સામાન્ય તાવના ૭૫૮, ઝાડા- ઉલટીના ૩૮૪, ટાઈફોડ તાવનો ૧, કમળો તાવના બે કેસ, મલેરિયાનો એક કેસ પોઝેટીવ મળીને ૧૭૯૦ કેસ નોંધાયા છે. જયારે ૧ જાન્યુવારીથી ૧૦ મેં સુધીમાં શરદી-ઉધરસના ૧૫૨૩૨, સામાન્ય તાવના ૧૩૧૩૧, ઝાડા-ઉલટીના ૪૬૨૩, ટાઈફોડના ૧૦ અને કમળાના ૨૨ કેસ નોંધાયા છે. ડેન્યુવન   રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં  કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૦૯  પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૬૭  અને કોર્મશીયલ ૩૮ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

30358  ઘરોમાં પોરનાશક અને ૨૫૨ ઘરોમાં ફોગીગની કામગીરી કરાઈ 
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૪/૦૫/૨૦૨૬ થી તા.૧૦/૦૫/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૩૦૩૫૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૫૨  ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

પદ્મકુવરબા હોસ્પીટલમાં ઠંડા પાણીનું ફ્રીજ બંધ 
ગુંદાવાડી મેઈન રોડ પર પદ્મકુવરબા હોસ્પીટલમાં સ્ત્રી પ્રસ્તુતી વિભાગમાં આવેલ ઉષા કંપનીનું ઠંડા પાણીનું ફ્રીજ બંધ હાલતમાં હોવાથી દર્દીના પરિવારજનોને પાણી માટે વલખા મારવા પાડ્યા હતા.ઘણા દર્દીઓ પીવાનું પાણી વેચાતા લેવા મજબુર બન્યા છે.જ્યારે રાત્રીના સમયે સગર્ભા સ્ત્રીઓના પરિવારજનોને મચ્છરોના કરડયા અંગેની રાજકોટ મનપા કંટ્રોલરૂમમાં ફરિયાદો નોંધાવી હતી. આ ઉપરાંત સ્વચ્છતાના અભાવે કચરાપેટીઓ છલોછલ જોવા મળી હતી