Loading Please Wait !!!
8 દિવસમાં 24 IAS બદલી?

  • સરકાર એક્શન મોડમાં : 15 મે પછી ગમે ત્યારે જાહેરાત

સિટી ન્યૂઝ@ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે દિલ્હી જવા રવાના થઈ જશે. બીજી બાજુ સચિવાલયમાં ચર્ચા છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. વડાપ્રધાનનો કાર્યક્રમ પણ સમાપ્ત થયો છે. જેથી હવે સરકારે ક્યારની પેન્ડિંગ રહેલી IAS અધિકારીઓની બદલીની કામગીરી હાથ પર લઈ લશે. એવી ચર્ચા છે કે, કેટલાય જીલ્લા કલેક્ટરો અને ડીડીઓની બદલી કરાશે. થોડા સમય પહેલા કેટલાક કલેકટરોને બઢતી મળી હતી આથી તેઓને હવે સચિવાલયમાં કોઈ મહત્વની જવાબદારી સોંપી શકાય છે. બે ડઝન જેટલા અધિકારીઓની બદલીઓના ઓર્ડર આ અઠવાડીયામાં જ થવાની પૂરી શક્યાતો છે. ઉપરાંત સચિવાલયમાં બે-ત્રણ પ્રિન્સિપલ સેક્રેટરીઓની પણ બદલીની પૂરી શક્યાતો છે. હાલમાં જીએસટી અને પંચાયત વિભાગ હવાલા પર ચાલી રહ્યા છે. આ બન્ને જગ્યાએ કોઈ નિમણૂક થઈ શકે છે. IAS ઉપરાંત IPS અધિકારીઓની બદલીના પણ હુકમ થઈ શકે છે.

દિલ્હીમાં મહત્વની સુરક્ષા એજન્સીમાં કામગીરી બજાવતા ગુજરાત કેડરના હિમાંશુ શુક્લા, IPS અધિકારીને લઈને ફરી રાજ્યમાં ચર્ચાઓ તેજ બની છે. સરકારમાં જ્યારે કોઈ જટિલ કેસ અટવાઈ જાય ત્યારે વિશ્વાસપાત્ર અધિકારી તરીકે તેમની પસંદગી થતી હોવાની ચર્ચા વર્ષોથી ચાલે છે. અમદાવાદ પોલીસ અને ATSમાં તેમની કામગીરી દરમિયાન તેઓએ ટેક્નિકલ તપાસ અને ઝડપી નિર્ણયોથી અલગ ઓળખ બનાવી હતી. હવે પોલીસ વિભાગમાં અંદરખાને એવી અટકળો છે કે રાજ્યમાં કેટલીક મહત્વની જવાબદારીઓ માટે ફરી તેમના નામ પર વિચારણા થઈ રહી છે. જોકે સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી, છતાં પોલીસ સર્કલમાં સાહેબની વાપસી થશે? એવો સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે.