Loading Please Wait !!!
એક તરફી પ્રેમમાં લેડી ટીચરને 32 સેકન્ડમાં 34 ઘા મારી હત્યા કરી

  • પતિ છું, કહીને સ્કૂલમાં ઘૂસી ગયો; ઉપરાછાપરી ઘા ઝીંકી લોહીલુહાણ કર્યા; પ્રપોજલ ફગાવતા યુવક નારાજ હતો

સિટી ન્યૂઝ@ મધ્યપ્રદેશ

હરિયાણાના ફરીદાબાદમાં સોમવારે ધોળા દિવસે એક પ્રાઈવેટ સ્કૂલમાં ઘૂસીને એક યુવકે લેડી ટીચરની છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી. આરોપી વિરુદ્ધ થોડા દિવસ પહેલા લેડી ટીચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમયે આરોપીએ બધાની સામે માફી માંગી લીધી હતી. પરંતુ, આ વાતથી યુવક લેડી ટીચરથી નારાજ હતો.

સોમવારે યુવક સ્કૂલમાં ઘૂસ્યો અને લેડી ટીચર પર છરીથી ઉપરાછાપરી હમલા કરી તેને હત્યા કરી દીધી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવક લેડી ટીચર પર સતત હુમલો કરતો દેખાઈ રહ્યો છે. ટીચર બચાવનો પ્રયાસ કરે છે, પરંતુ તે તેને પકડીને છરીના ઘા મારતો જ રહે છે. બચાવના પ્રયાસમાં લેડી ટીચર જમીન પર પડી જાય છે, પરંતુ આરોપી તેના ઉપર બેસીને હુમલો કરતો રહે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ તેને બચાવવા માટે આગળ વધે છે,

પરંતુ હુમલાખોર તેને છરી બતાવીને પાછળ હટાવી દે છે. ટીચરની છાતી, પેટ, ગળા અને ચહેરા પર લગભગ ૩૪ ઘા માર્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફાર થઈ ગયો. સ્કૂલમાં જાહેરમાં થયેલી આ ઘટનાથી દહેશત ફેલાઈ ગઈ.માહિતી મળતા જ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. સાંજે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અમિત લેડી ટીચર સંધ્યાને એકતરફી પ્રેમ કરતો હતો. તે છેલ્લા એક વર્ષથી પોતાના દિલની વાત તેને કહેવા માંગતો હતો, પરંતુ સંધ્યા દર વખતે તેને અવગણતી હતી.

સંધ્યાએ ફિરોજપુર ગામના રહેવાસી વિક્કી ગુર્જર સાથે લેવ કર્યા હતા.