છાપામાં વીટેલું ખાવાથી નપુંસકતાનો ખતરો
- અખબારની શાહીથી કેન્સરથી લઈને ફૂડ પોઈઝનિંગ સુધીનું જોખમ
- અખબારમાં વિંટીને ખોરાક પેક કરવા ઉપર પ્રતિબંધ; રાજકોટના તમામ ફરસાણની દુકાનો હજુ ઉપયોગ કરે છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
જો તમને સ્ટ્રીટ ફૂડ પસંદ છે, તો તમે અખબારમાં લપેટાયેલા સમોસા, વડા પાઉં કે જલેબી ખાધા જ હશે. પરંતુ શું તમે જાણો છો કે ખાવા-પીવાની વસ્તુઓને ક્યારેય અખબારમાં રાખવી કે લપેટવી ન જોઈએ? અખબારની શાહી સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તેનાથી લીવર, કિડનીને નુકસાન થઈ શકે છે અને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ખાવાની વસ્તુઓ અખબારમાં પેક કરતા વિક્રેતાઓ સામે અભિયાન ચલાવ્યું. આ દરમિયાન ૫૫માંથી ૨૬ વિક્રેતાઓ અખબારમાં ફૂડ પેક કરતા જોવા મળ્યા, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી.
વર્ષ ૨૦૧૬ માં જારી કરાયેલી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ની સલાહ મુજબ, ફૂડને અખબારમાં લપેટવું અનહેલ્ધી છે. ભલે ખાવા-પીવાની વસ્તુઓ સ્વચ્છ રીતે તૈયાર કરવામાં આવી હોય, પરંતુ અખબારના સંપર્કથી તેની ગુણવત્તા અને સલામતી પ્રભાવિત થઈ શકે છે.
શું સ્વાસ્થ્ય જોખમો થઈ શકે છે?
-
DNA ડેમેજ
-
લિવર ડેમેજ
-
કિડની ડેમેજ
-
બ્રેઈન, નર્વસ સિસ્ટમ ડેમેજ
-
કેન્સર
-
હોર્મોનલ ઇમ્બેલેન્સ
-
ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ
-
ફેફસામાં ઇન્ફ્લેમેશન
-
લાંબા ગાળે ક્રોનિક ડિસીઝ
-
મેમરી લોસ
-
લર્નિંગ એબિલિટી પર અસર
-
બાળકોની ફિઝિકલ-મેન્ટલ ગ્રોથ પર અસર
છાપાની ઈંકમાં હાજર ખતરનાક કેમિકલ્સ
છાપાની ઈંક કોના માટે વધુ જોખમી?
-
જેને ઇમ્યુનિટી નબળી છે
-
જેને લિવરની બીમારી છે
-
જેને હોર્મોનલ સમસ્યા છે
-
જેને કિડનીની બીમારી છે
-
પ્રેગ્નન્ટ મહિલાઓ
-
જે વારંવાર સ્ટ્રીટ ફૂડ ખાતા હોય
-
બાળકો, કિશોરો, વૃદ્ધો
-
ગર્ભસ્થ શિશુ (ફીટસ)