લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ ગેંગ ઓપરેટ કરે છે?
- બિશ્નોઈ ગેંગના ગ્લોબલ નેટવર્ક પર ત્રાટકી અમેરિકન એજન્સી
- અમેરિકા, કેનેડા, અને સ્પેનમાં FBIનું ‘ઓપરેશન હાર્ડ બોલ’ - 50 ઠેકાણા પર દરોડા, 24ની ધરપકડ
- આ સંગઠન વિદેશમાં વસતા ભારતીય મૂળના ડાયસ્પોરાને નિશાન બનાવીને હિંસા-ડરનો માહોલ ઉભું કરે છે
- ગેંગ કો-ઓર્ડિનેટર યુરોપમાં સક્રિય: રોહિત ગોદારા ગેંગનો મુખ્ય: લોરેન્સ ગેંગ કો-ઓર્ડિનેટર કેનેડામાં: ગોલ્ડી બાર
- લોરેન્સ ગેંગ સિવાય જગ્ગુ ભગવાનપુરિયા અને રવિન્દર સિંહ ઠાંડા નેટવર્ક ઉપર પણ આરોપ
સિટી ન્યૂઝ@વોશિંગ્ટન ડીસી
આ ઓપરેશનનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી હત્યા, ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને હથિયારોના ગેરકાયદેસર વેપાર જેવા સંગઠિત ગુનાખોરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનો છે. અમેરિકા ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી ગુપ્ત તપાસના આધારે કેલિફોર્નિયા, ઇન્ડિયાના, જ્યોર્જિયા તેમજ કેનેડા અને સ્પેનમાં ૫૦થી વધુ સર્ચ વોરંટ જારી કરીને દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં ભારતીય મૂળના ત્રણ મોટા ગુનાહિત સંગઠનો સામે ત્રણ અલગ-અલગ ફેડરલ આરોપનામા દાખલ કરાયા છે. જેમાં કુલ ૩૭ આરોપીમાંથી ૨૪ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ૧૦ આરોપીઓ હજુ પણ ફરાર છે.
અમેરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, ભારતમાં જેલની પાછળ બંધ હોવા છતાં લોરેન્સ બિશ્નોઈ પ્રતિબંધિત મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ આધારિત એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને આ વૈશ્વિક નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સંગઠન ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીય મૂળના ડાયસ્પોરાને નિશાન બનાવીને હિંસા અને ડરનો માહોલ ઉભું કરતું હતું. કેનેડામાં સક્રિય એવા ગોલ્ડી બાર અને યુરોપમાં સક્રિય રોહિત ગોદારા જેવા મુખ્ય સાગરીતો આ ગેંગના કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જૂન ૨૦૨૩માં બ્રિટિશ કોલંબિયાના સરે ખાતે થયેલી એક રાજકીય અને ધાર્મિક નેતાની હત્યા પાછળ પણ બિશ્ અને બારનો હાથ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જગ્ગુ ભગવાનપુરિયા ઓર્ગેનાઈઝેશન: ભારતમાં સ્થિત આ સિન્ડિકેટ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી ફેલાયેલું છે.
રવિન્દર સિંહ ઠાંડા નેટવર્ક: કેનેડાથી ઓપરેટ થતા આ નેટવર્ક દ્વારા સાઉથ કેલિફોર્નિયાથી કેનેડા સુધી સેંકડો કિલોગ્રામ કોકેઈન અને મેથામ્ફેટામાઈન જેવા કેમિકલ ડ્રગ્સનું પરિવહન લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવતું હતું.
અમેરિકન ન્યાય વિભાગના ગેંગ ઉપર આરોપ?
-
સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપતા
-
ધમકીઓથી લાખો ડોલરની ખંડણી ઉઘરાવીને પોતાના સંગઠન માટે ફંડ એકઠું કરતી
-
આ સિન્ડિકેટ હરિફ જૂથો પાસેથી ડ્રગ્સના કન્સાઈનમેન્ટ ચોરી કરીને અમેરિકા અને કેનેડા વચ્ચે બોર્ડર ક્રોસ સ્મગલિંગ પણ કરતી હતું