Loading Please Wait !!!
17 કરોડના લગ્ન છતાં સિયાએ પ્રેમી સાથે મળી ફિયાન્સને ખીણમાં ફેંક્યો

ઉદયપુરમાં નવેમ્બરમાં શાહી લગ્ન થવાના હતા બે ચાર્ટર્ડ વિમાન બૂક હતા

પુણેના લોહાગઢ કિલ્લા પર મંગેતરનો પ્રી-બર્થ ડે સેલિબ્રેટ કરવા ગયા હતા કેતનને ખીણમાં ધક્કો મારી ફેંકી દીધો

સિયા કેતન સાથે લગ્ન કરવા માંગતી ન હતી, પ્રેમી સાથે પ્લાન બનાવ્યો

સિટી ન્યૂઝ@પુણે

પુણેના ટ્રેકર અને બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે મંગળવારે તેની મંગેતર સિયા ગોયલ (૨૦) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (૨૨)ની ધરપકડ કરી. બંને પર પ્લાનિંગ હેઠળ કેતનની હત્યાનો આરોપ છે. કેતન ૧૮ જૂને તેની મંગેતર સાથે ટ્રેકિંગ પર ગયા હતા. બાદમાં તેમનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા અને તેના પ્રેમીએ પુણેના લોહાગઢ કિલ્લા પરથી કેતનને લગભગ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો માર્યો હતો. બાદમાં તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો.

૨૬ વર્ષીય કેતન પુણે જિલ્લાના ગહુંજેના રહેવાસી હતા અને પરિવારની રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર હતા. જ્યારે સિયા પુણેના એક મસાલા વેપારીની પુત્રી છે. બંનેના આ વર્ષે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા એક પેલેસમાં લગ્ન થવાના હતા.

પુણે ગ્રામીણ પોલીસના એસપી સંદીપ સિંહ ગિલ અનુસાર, કેતન ૧૮ જૂનની સવારે તેની મંગેતર સાથે તેનો પ્રી-બર્થડે સેલિબ્રેટ કરવા માટે લોહાગઢ કિલ્લા પર ગયો હતો. સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે તે ખાઈમાં પડ્યો.કેતન ટ્રેકિંગ દરમિયાન ભારે પવનમાં ફોટો પાડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો. સ્થાનિક લોકો, પોલીસ અને રેસ્ક્યુ ટીમે તે જ દિવસે કેતનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

શરૂઆતમાં પોલીસે જણાવ્યું હતું કે કેતન લોહાગઢ કિલ્લા પર ભારે પવન વચ્ચે ફોટો પાડતી વખતે ખાઈમાં પડી ગયા હતા. મંગેતરે જણાવ્યું હતું કે કેતનનો પગ લપસી ગયો અને તે ખાઈમાં પડી ગયા. તેના નિવેદનના આધારે પોલીસે આકસ્મિક મૃત્યુ (ADR)નો કેસ નોંધ્યો હતો.

જોકે, મૃત્યુના સંજોગો શંકાસ્પદ લાગી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે કેતન અને સિયાના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં શાહી અંદાજમાં થવાના હતા. બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

બંનેના લગ્ન માટે રાજસ્થાનના ઉદયપુરમાં એક મહેલ બુક કરવામાં આવ્યો હતો. મહેમાનો માટે બે ચાર્ટર્ડ પ્રાઈવેટ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લગ્ન પર લગભગ ૧૭ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ હતો.