કરોડોની જમીન વેચાવી દેવાનું કહી કાકા સહીત બેલડીએ ખેલ પાડ્યો
આર્થિક ભીંસ હોવાથી જમીન વેચવા કાઢી હતી રાજકોટમાં રૂા.70 લાખની ઠગાઈ અંગે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર દેશાંદેવ નગર જ્ઞાનજીવન-૨ મોદી સ્કૂલની બાજુમાં રહેતાં પાયલબેન અર્જુનભાઈ સોહલા (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફ્રીયાદમાં આરોપી તરીકે બીજલ નાગજી ગોલતર (રહે. રેલનગર, મફતીયાપરા) અને ગેલા ઉકા સોહલા (રહે. શિવપરા શેરી નં. ૨,રૈયા રોડ) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે હેતરપીડી સહીત કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફ્રીયાદીમે જણાવ્યું હતું કે, તેની ઘરકામ કરે છે, જ્યારે પતિ અર્જુનભાઈ સોહલા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા, હાલ કાંઈ કામ કરતા નથી. વર્ષ ૨૦૨૩ માં તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી પતિએ તેમની માલીકીની જમીન મઘરવાડાા સ.નં.૬૭ ની જમીન આવેલ હોય વેચવા નક્કી કરેલ હતુ. આ જમીનનો અસલ દસ્તાવજ પતિએ કાકાજી સસરા ગેલા સોહલાને આપેલ હતો, બાદ તેઓને જમીન વેચવાની હોય જેથી કાકાજી સસરાને જમીનના અસલ દસ્તાવેજ બાબતે પુછતા તેઓએ જણાવેલ કે, તમારો દસ્તાવેજ મારા ભત્રીજા દેવકરણ ધોળકીયા પાસે પડેલ છે.જેથી પતીએ આ દેવકરણને ફોન કરી વાત કરતા તેઓ જણાવેલ કે, ગેલાભાઈ સાથે વાત કરી લ્યો. ફરીયાદીએ આ અમારી જમીન વેચવા કાડેલ પરંતુ કુટુંબમાં માથાકૂટ હોય જેથી કોઈ જમીન ખરીદવા તૈયાર ન હતુ, તેઝઓએ ફાકાજી સસરા ગેલાભાઈને આ જમીન વેચવાની હોવાની વાત કરતા તેઓએ જણાવેલ કે, હું તમારી જમીન વેચાણ કરાવી દઈશ. થોડા દિવસ બાદ કાકાજી સસરા ગેલાભાઈ ફરીયાદીની પતી પાસે ધરે દાદા લાલાભાઈ ધોળકીયાને લઈ આવેલ હતા. ગેલાભાઈ સોહલાએ જમીનના રૂ.૧.૫૧ કરોડ અપાવવાનું કહેલ બાદ દાદાએ દેવકરણભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે, અર્જુનભાઈના પરિવારમાં ઝઘડો ચાલતો હોય જેથી તેમની સાથે કોઈ સોદો નહીં કરે જો તમે લાલાભાઈ ધોળકીયા નામે જમીનનો દસ્તાવેજ
ટ્રાન્સફર કરી દયો પછી આ જમીનનું વેચાણ થઈ જશે, તેમ વિશ્વાસમાં લેતા મારા પતિએ ગેલાભાઈ સોહલાના કહેવાથી લાલાભાઈ ધોળકીયા નામે દસ્તાવેજ કરી આપેલ હતો. દસ્તાવેજમાં જણાવાયેલ રકમ રૂ. ૧૪,૫૦ લાખ પતિના બેંકના ખાતામાં જમા કરાવેલ હતા. બાદ આ રકમ પૈકી લાલા પસારાને રોકડા રૂ.૭.૫૦ લાખ આપેલ તેમજ ગેલાભાઈના ફાશને ૩.૭૦ લાખ પતિએ આપી દીધેલ જે ફારણો લાલાભાઈને જમીન વેચેલ ન હતી ફક્ત વેચાણ કરવા સારૂ દસ્તાવેજ ટ્રાન્સફર કરેલ હતો. બાદમાં કાકાજી સસરાએ જમીન વેચવા કાઢેલ હતી. કાકાજી સસરાએ તેણીના પતિને તેમના ઘરે શિવપરા શેરી નં.૨ ખાતે બોલાવતા પતિ તેમના ઘરે જતા ત્યાંં બીજલ ગોલતર હાજર હોય જેથી જમીન વેચાણની વાત કરતા બીજલએએ જણાવેલ છે, પોતાની પાસે જમીનો ગ્રાહક છે. બાદ બે ત્રણ વાર ભેગા થયેલા હતા. જે દરમિયાન કાકાજી સસરા ગેલાભાઈ તથા બીજલભાઈએ ભેગા થઈ આ જમીનો સોદો નક્કી કરેલ પરંતુ તેઓ આ જમીનને વેચતા હતા તે બાબતે પતિને કોઈ જાણ ન હતી પરંતુ આ અમારી જમીનનો સોદો ગેલાભાઈ સાથે રૂ.૧.૬૧ કરોડમાં નક્કી કરેલ હતો. બાદ આ લોકોએ જણાવેલ કે, તમારે આનો કબજો આપવાનો છે. જેથી પતિએ જણાવેલ કે, મને મારા સોદો મુજબના દોઢ કરોડ રૂપીયા મળી જશે બાદ જ તમને કબજો આપીશ, તે પહેલા હું કોઈને કબજો આપીશ નહીં. બાદ જાન થયેલ કે, આ અમારી જમીન આ ગેલાભાઈ તથા બીજલભાઈએ સાથે મળી લાલા કિલ્લાને નામે દસ્તાવેજ કરી દીધેલ છે, પરંતુ કેટલા રૂપીયામાં વેચેલ છે તે
બાબતે કાંઈ જણાવેલ નથી અને કોઈ રૂપીયા પણ આપેલ નથી. બાદ કાકાજી સસરા ને વાત કરતા જણાવેલ કે, આપણી પાસે ફ્કજો છે એમ વાત કરેલ હતી. પતિએ અગાઉ ગેલાભાઈ પાસેથી રૂપીયા લીધેલ હોય જે પરત આપી દીધેલ હોય છતા તે રૂપીયા કાપી લઈ આઠેક લાખ આપેલ હતા, તથા બીજલભાઈ પણ કટકે કટકે રૂ.૮ લાખ એમ કુલ રૂ. ૧૬ લાખ આજ સુધીમાં આપેલ છે.