Loading Please Wait !!!
ખેડૂતોના ઉભા પાકને બચાવવા ધારાસભ્ય મેદાને

ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ડેમોમાંથી પાણી છોડવા સિંચાઈ મંત્રીને પત્ર લખ્યો

તાત્કાલિક ટેકનિકલ મંજૂરી આપી કેનાલ અને નદીમાં પાણી છોડવા સરકારને ખાસ ભલામણ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયા ખેડૂતોની વ્હારે આવ્યા છે. ધારાસભ્યશ્રીએ ગત ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને એક

મહત્વપૂર્ણ પત્ર લખીને સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માગ કરી છે. આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને પૂરતા વરસાદના અભાવે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પાક બચાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોના સુકાતા પાકને નવું જીવનદાન આપવા માટે કલાવાડ પાસેથી પસાર થતી સૌની યોજના લિંક-૩

માથી પાણી છોડીને સ્થાનિક જળશાવો ભરવાની રજૂઆત કરાઈ છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધોરાજી- ઉપલેટા વિસ્તારના મહત્વના ડેમો જેવા કે ફોલ-૧, ભાદર-૨, ગોજ, કુલજર અને વેણુ-૨ માંથી કેનાલ મારફતે તેમજ નદીમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તો જ યોગાસુ પાકને બચાવી શકાય તેમ છે. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે કટિબદ્ધ રહી છે, ત્યારે ખેડૂતોના આ જીવાદોરી સમાન માંગણીને ધ્યાને લઈને સંબંધિત અધિકારીઓને આ અંગે

તાત્કાલિક જરૂરી ટેકનિકલ મંજૂરી અને અમલીકરણ માટે આદેશ આપવા વિનંતી કરાઈ છે. હાલની વરસાદ ખેંચાવવાની સ્થિતિને જોતા તાત્કાલિક ધોરણે ડેમોમાંથી પાણી છોડવામાં આવે તો જ ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થતું અટકાવી શકાશે તેવી ધારાસભ્ય દ્વારા હકારાત્મક અને ઝડપી નિર્ણયની અપેક્ષા સાથે ખાસ ભલામણ કરવામાં આવી છે.