Loading Please Wait !!!
કેરલમાં સત્તા પરિવર્તન 10 વર્ષ પછી કોંગ્રેસનું રાજ

  • ઉમેદવારોમાં ફેરફાર: UDFનો નવસર્જન પ્રયોગ
  • દરિયાકાંઠાના પટ્ટામાં માછીમારોનો રોષ
  • સ્થળાંતરિત મતદારોની ગેરહાજરીનું ગણિત
  • ઇંધણ અને ગેસ સંકટની સીધી અસર
  • રાષ્ટ્રપ્રમુખ શાસન પદ્ધતિ-NDAની વ્યૂહરચના


સિટી ન્યૂઝ@કેરળ : દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશદ્વાર સમાન કેરલમ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ મુજબ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. જ્યારે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના નેતૃત્વ હેઠળના સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ને મોટો આંચકો લાગ્યો છે. આ વખતે ચૂંટણીમાં પરંપરાગત મુદ્દાઓ કરતા વ્યૂહાત્મક ફેરફારો અને વૈશ્વિક સંકટોએ મતદારોના મન બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે.

શું કેરલમ ફરી ઇતિહાસ દોહરાવશે?
કેરલમમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ઇતિહાસ રહ્યો છે, જે ગત ચૂંટણીમાં ડાબેરીઓએ તોડ્યો હતો. પરંતુ આ વખતના વલણો સૂચવે છે કે, જનતા ફરીથી પરિવર્તનના પક્ષમાં છે. પ્રારંભિક રાઉન્ડની મતગણતરી મુજબ UDF ની લીડ સતત વધી રહી છે. જો આ વલણો પરિણામોમાં ફેરવાય છે, તો તે કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સ્તરે સંજીવની સમાન સાબિત થશે. બીજી તરફ, સત્તાધારી LDF માટે આ આત્મમંથનનો સમય છે.