Loading Please Wait !!!
યુવતિના પરિવારજનોને લગ્ન મંજૂર નહીં હોવાથી હત્યા કરી નાંખી

  • જાન લઈ લગ્ન મંડપમાં જઈ રહેલા વરરાજાની ગોળી મારી હત્યા

    સિટી ન્યૂઝ@જોનપુર : લગ્નનું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. ઢોલ-શરણાઈ વાગી રહી હતી અને સંબંધીઓ લગ્નની મજા માણી રહ્યા હતા. ફૂલોથી શણગારેલી કારમાં વરરાજા આઝાદ બિંદ પોતાની જિંદગીની સૌથી સુંદર સફર પર નીકળ્યા હતા. પણ કોણે વિચાર્યું હતું કે આ સફર સાત ફેરા સુધી નહીં, પણ મોતના દરવાજા સુધી પહોંચશે. વરરાજા કારમાં નીકળ્યા અને ઘરથી માત્ર 5 કિલોમીટર દૂર પહોંચ્યા, ત્યાં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાને દુલ્હનના જ એક સંબંધીએ અંજામ આપ્યો હતો.સરાયખ્વાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડઅઉર ગામના રહેવાસી આઝાદ બિંદના લગ્ન ખેતાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીબીપુર ગામની યુવતી સાથે નક્કી થઈ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. જાન વાજતે-ગાજતે ઘરેથી નીકળી હતી. વરરાજા ફૂલોથી શણગારેલી કારમાં બેઠા હતા અને પરિવારના લોકો પાછળ-પાછળ ચાલતા હતા. પણ ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા શખ્સો વરરાજાની રાહ જોઈ રહ્યા હતા.જ્યારે વરરાજાની કાર ત્યાં પહોંચી, બાઈક પર આવેલા હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું. એક ગોળી કારની વિન્ડશીલ્ડ ચીરીને સીધી આઝાદની છાતીમાં ઘૂસી ગઈ.